National

લોકસભાની ચૂંટણી પહેલાં અખિલેશ યાદવની પોસ્ટે જગાવી ચર્ચા, કોંગ્રેસ ખુશ નહીં

લખનઉ(Lucknow) :  ઉત્તર પ્રદેશમાં (UP) મુખ્ય વિપક્ષી પાર્ટી સમાજવાદી પાર્ટી (SamajwadiParty) અને કોંગ્રેસ (Congress) વચ્ચે સીટની (Seal) વહેંચણી થઈ ગઈ છે. અખિલેશ યાદવે (AkhileshYadav) કહ્યું કે ગઠબંધન હેઠળ કોંગ્રેસ યુપીમાં 11 સીટો પર લોકસભા ચૂંટણી લડશે. આ પહેલા આરએલડીને (RLD) પણ 7 સીટો આપવામાં આવી છે.

ઉત્તર પ્રદેશમાં I.N.D.I.A ગઠબંધનમાં બેઠકોની વહેંચણી મામલે સમજૂતી થઈ છે. સમાજવાદી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે બેઠકો માટે ડીલ ફાઈનલ થઈ ગઈ છે. કોંગ્રેસ યુપીમાં 11 સીટો પર ચૂંટણી લડશે. સમાજવાદી પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અખિલેશ યાદવે સોશિયલ મીડિયા એક્સ પર પોસ્ટ કરીને આ જાણકારી આપી છે. 

આજે શનિવારે પોસ્ટ કરતી વખતે અખિલેશ યાદવે લખ્યું, કોંગ્રેસ સાથે અમારું સૌહાર્દપૂર્ણ ગઠબંધન 11 મજબૂત બેઠકો સાથે સારી શરૂઆત કરી રહ્યું છે. આ વલણ વિજેતા સમીકરણ સાથે આગળ ચાલુ રહેશે. ‘I.N.D.I.A.’ ટીમ અને ‘PDA’ની રણનીતિ ઇતિહાસ બદલશે.

 મીડિયા અહેવાલો અનુસાર, કોંગ્રેસ પાર્ટી અખિલેશ યાદવના નિર્ણયથી અસંમત છે. કહેવામાં આવી રહ્યું છે કે આ નિર્ણય કોંગ્રેસનો નહીં પણ અખિલેશ યાદવનો છે. જો કે આ અંગે હજુ સુધી કોંગ્રેસના કોઈપણ નેતાનું નિવેદન આવ્યું નથી. 

તમને જણાવી દઈએ કે 17 જાન્યુઆરીના રોજ દિલ્હીમાં ગઠબંધન સહયોગી કોંગ્રેસ અને સપા વચ્ચે બેઠક વહેંચણી પર બેઠક યોજાઈ હતી, પરંતુ બેઠકમાં કોઈ પરિણામ આવ્યું ન હતું. બેઠક પૂરી થયા બાદ કોંગ્રેસના નેતા સલમાન ખુર્શીદે કહ્યું હતું કે સપા સાથે બીજી બેઠક થવાની છે. જો વાત ન બને તો કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અથવા મલ્લિકાર્જુન ખડગે અખિલેશ યાદવ સાથે વાત કરશે.

જો કે, એક અઠવાડિયા પહેલા જ જયંત ચૌધરીના નેતૃત્વ હેઠળના રાષ્ટ્રીય લોકદળ સાથે સપાની ડીલ ફાઈનલ થઈ ગઈ હતી. પશ્ચિમ યુપીમાં 7 બેઠકો આરએલડીના ખાતામાં ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, મેરઠ, મથુરા, બાગપત, મુઝફ્ફરનગર, બિજનૌર, અમરોહા અને કૈરાનાની બેઠકોનો સમાવેશ થાય છે. તેમાંથી આરએલડીને 7 સીટો આપવામાં આવી છે, પરંતુ તેમાંથી 3 સીટો પર અખિલેશના ઉમેદવાર હશે, જેઓ આરએલડીના સિમ્બોલ પર ચૂંટણી લડશે.

Most Popular

To Top