Vadodara

નેજાના ફોજીનું માદરે વતનમાં ગ્રામજનોએ ભવ્ય સામૈયું કર્યું

ખંભાત, તા.23
દેશની સુરક્ષા માટે જાનની પરવા કર્યા વગર હંમેશા ઝઝૂમતા રહેવાના સંકલ્પ સાથે સાહસિક યુવાનો જ આર્મી જવાન તરીકે વિવિધ સુરક્ષાદળોમાં જોડાય છે. આવી મક્કમતાથી જોડાયેલા આર્મી જવાન અમીત ભરવાડ નિમણૂક મળ્યા બાદ સૌ પ્રથમ વખત વતનમાં આવતા સમસ્ત ગામે સામૈયું કર્યું હતું.
ખંભાતના નેજા ગામના વતની અમીત ભરવાડ આર્મીની ટ્રેનિંગ પૂર્ણ કરી માદરે વતન પરત ફરતા ગ્રામજનો દ્વારા ભવ્ય સ્વાગત સન્માન કરાયું હતું. વીર જવાનનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું. ડી.જે પર દેશભક્તિના ગીતો સાથે ગામમાં આર્મી જવાનની સન્માન યાત્રા નીકળતા ગામના માર્ગો પર દેશભક્તિનો નાદ ગુંજી ઉઠ્યો હતો..
નેજા ગામના ગૌરવ સમાન અમીત આનંદભાઈ ભરવાડ ખંભાતના નિવૃત ચીફ ઓફિસર દેવાભાઇ ભરવાડના પૌત્ર છે. અમિતભાઇ ભરવાડે આર્મીની તાલીમ સફળતા પુર્વક પૂર્ણ કરી છે. ત્યારબાદ કલકત્તા (પશ્ચિમ બંગાળ)ની સરહદ પર પોસ્ટિંગ કરવામાં આવ્યું છે અને નિમણૂક થયા બાદ મંગળવારે સૌ પ્રથમવાર વતનમાં આવ્યા હતા. નેજા ગામના પાદરમાં સામૈયા દરમિયાન ખંભાતના પૂર્વ ધારાસભ્ય મયુરભાઈ રાવલ, દહેવાણ હાઇસ્કુલના આચાર્ય રણછોડભાઈ ભરવાડ, યુવાઓ, અને સમાજના આગેવાનો તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Most Popular

To Top