કપડવંજ તા.23
કપડવંજ તાલુકાના રૂપજીના મુવાડામાં સરકારી યોજના સુજલામ સુફલામ અંતર્ગત પાણી માટે પાઈપ લાઈન નાંખવાની કામગીરી ચાલી રહી છે. આ દરમિયાન મજૂરો દબાઈ જવાની ગોઝારી ઘટના બનવા પામી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર રૂપજીના મુવાડા ગામની સીમમા સુજલામ સુફલામ યોજના હેઠળ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનનુ કામગીરી ચાલુ છે . જ્યાં એકાએક ભેખડ ધસી પડતા નીચે કામગીરી કરતા 4 મજૂરો દટાયા હતા. જેમાં એક મહિલાનુ મોત ઘટનાસ્થળે જ નિપજ્યું છે. જ્યારે 3 મજૂરોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
રૂપજીનામુવાડા ગામે મંગળવારની બપોરે ભેખડ ધસી પડવાની ગોઝારી દુર્ઘટના બનવા પામી છે. જેમાં ગામની સીમમાં સુજલામ સુફલામ અંડર ગ્રાઉન્ડ પાઇપ લાઇનની કામગીરી ચાલુ હતી. આ દરમિયાન એકાએક જ માટી ધસી પડતાં એક મહિલા સહિત 4 જ મજૂરો આ માટી નીચે દબાઈ ગયા હતા. તાબડતોબ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ચારેયને બહાર કાઢવામાં આવ્યા હતા. જેમાં એક મહિલા મજૂરનુ કરૂણમોત નિપજ્યું હતું.જયારે ત્રણ મજુરને સારવાર માટે 108 મારફતે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જોકે ગંભીર રીતે ઘાયલ ત્રણેય મજૂરોને 108 મારફતે કપડવંજની હોસ્પિટલ સારવાર અર્થે ખસેડાયા બાદ મજૂરોની સ્થિતિ વધુ ગંભીર બનતાં કપડવંજથી અન્યત્ર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હોવાની હોવાની માહિતી મળી છે.
આ બનાવના પગલે ફરી એક વખત કોન્ટ્રાક્ટરની બેદરકારી છતી થઇ છે. આ ગોઝારી ઘટના અંગે કોન્ટ્રાક્ટર સામે કાયદેસર કાર્યવાહી કરવાની ઉગ્ર માગણી ઉઠી છે.
કપડવંજમાં માટી ધસી પડતાં 4 દટાયા, એક નું મોત
By
Posted on