
18 જાન્યુઆરીએ સાંજે વડોદરાના હરણી તળાવમાં બાળકો અને શિક્ષકો સાથેની બોટ ડૂબી જતાં કુલ 12 બાળકો અને 2 શિક્ષકો સહિત 14 લોકોના મોત થયા હતા. જેમાં પોલીસે છ આરોપીઓની ધરપકડ કરી હતી. ત્યારે આ મામલે મુખ્ય આરોપીઓમાં પરેશ શાહ અને નિલેશ જૈનના નામ ઉમેરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમા માત્ર 6 જ આરોપીએ ની ઘરપકડ કરવામા આવી છે. જેમાં એવું કહેવામાં આવતું હતું કે માત્ર નાની માછલીઓ ને જ પકડવામાં આવી છે જ્યારે મોટી માછલીઓ પકડ થી કેમ દૂર છે.આ કેસ ના અન્ય આરોપીઓ ના રાજકીય તેમજ અન્ય ગોડફાધર હોવાના કારણે તેઓ હાલ ઘરપકડ થી દૂર રહીયા છે. આ બોટકાંડ મુખ્ય આરોપી પરેશ શાહ હજુ ફરાર છે. અન્ય એક આરોપી સામે લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે. આ કેસ નો એક આરોપી બીનીત કોટીયા જે મુખ્ય પાર્ટનર કહેવાય છે તેની ક્રાઇમ બ્રાન્ચે ઘરપકડ કરતા હવે વધુ વિગતો બહાર આવવા ની શક્યતા છે બીનીત કોટીયા ફરસાણ નો વેપારી પણ હોવાનું જાણવા મળેલ છે.અત્રે ઉલ્લેખનીય છે કે વડોદરા બોટ કાંડને લઈને તપાસનો ધમધમાટ શરૂ થયો છે. પોલીસ કમિશ્નર મનોજ નિનામાના અધ્યક્ષસ્થાને SITની રચના કરવામાં આવી છે. 7 સભ્યોની SITની રચના કરવામાં આવી છે. આ તપાસ ટીમમાં સાત પોલીસ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમાં એડિશનલ પોલીસ કમિશ્નર મનોજ નિનામાં SITના અધ્યક્ષ તરીકે નિમવામાં આવ્યા છે.