Charchapatra

‘મૂનવોક’થી ‘સનડાન્સ’ સુધી

એકવીસમી સદીમાં કુદરતમાં રહસ્યો ખુલતાં જાય છે. ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ચંદ્રયાન સફળતાપૂર્વક ઉતારનાર ‘ઇસરો’ની ટૂંક સમયમાં જ બીજી સિદ્ધિ નોંધાઇ છે. તેના છોડેલા આદિત્ય એલ વન અવકાસ યાને સૂર્ય સાતે આંખો મેળવી ‘મૂનવોક’ પછી ‘સન ડાન્સ’ જેવું પરાક્રમ કર્યું છે. એકસો છવ્વીસ દિવસમાં પંદર લાખ કિલોમીટરની સફર પછી સૂર્યની નજીક પ્રભામંડળની ભ્રમણકક્ષામાં સ્થિર થયા બાદ લાગ્રાન્જ પોઇન્ટ પર તે પહોંચ્યું છે, જ્યાં બંને તરફના ગ્રહો-તારાઓ ગુરુત્વાકર્ષણની અસરથી મુકત થઈ જાય છે. આ પ્રોજેકટ ચારસો કરોડનો છે તેની સામે પચાસ હજાર કરોડની બચત સૌર તોફાનો માંની માહિતી દ્વારા થનાર છે.

પાંચ વર્ષ લગાતાર તે અભ્યાસરત રહેશે. મિલ્કી વેનાતારાઓ અને અન્ય ગેલેક્ષીનો અભ્યાસ પણ તે કરશે તે માત્ર સૂર્યનો જ નહીં પણ પૃથ્વીનાં ચુંબકીય ક્ષેત્ર અને ચુંબક મંડળનો યે અભ્યાસ કરશે. ફોટો નકણેની હવામાનની ગતિશીલતા અને પૃથ્વીની આબોહવા પર સૂર્યના પ્રભાવતાં રહસ્યોને પણ ઊધાડા પાડશે. સ્પેસ વેધરની રિયલ ટાઇમ માહિતી જાણકારી તે આપશે. આમ પૃથ્વી પરના માનવો માટે આ વૈજ્ઞાનિક સિદ્ધિ આશીર્વાદ રૂપ જ ગણાય.
સુરત     – યુસુફ એમ. ગુજરાતી-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

આવકના ખોટા દાખલા બનાવવાનો ગોરખધંધો
લેભાગુઓ, મનવાતા આવાસો, લો ઇન્કમ ગ્રુપના ઇસમો માટે છે પણ કેટલાક ધંધાર્થી, બનામી માણસો પણ ખોટા દાખલા આપી ભલે ડ્રામાં લાગી જતા આવાસોને બે નંબરમાં ભાડે આપી દે છે. તેમાં પણ વહિવટી તંત્રની ભાગીદારી લૂંટ ઉધાડી પડી ગઈ છે. ખરા હકદાર ઝૂંપડપટ્ટીઓવાળા અજ્ઞાનવસ વંચિત રહી જાય છે. માટે ર્વાય ર્ડાગ ગોઠવવી જોઇએ. આ ષડયંત્રનો ભોગ તો વંચિતો જ બને છે અને આજુ પણ હકદાર રહી જાય છે. આ કહેવાતી લોકશાહીના છીંડા પુરવા વિજીલન્સ ખાતુ કુંભકર્ણની નિંદમાંથી જાગે એ જરૂરી છે.
અડાજણ – અનિલ શાહ-આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top