Vadodara

રૂણના છ કાર સેવકોએ જિંદગી ખપાવી દીધી

રૂણ, તા.19
ચરોતરમાં એકમાત્ર એવું ગામ, જે ગામની ધર્મ પરાયણ 6 મહિલાઓ અયોધ્યા ખાતે રામ લલ્લાની મૂર્તિ સ્થાપનથી માંડી ભવ્ય રામ મંદિર નિર્માણ બાદ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં અચુકપણે યાદ આવે છે.
1990-92માં રામમંદિર સંઘર્ષ સમયે અયોધ્યા પહોંચવું ખુબ અઘરું હતું તે સમયે નિડરતાથી રૂણ ગામના રામ ભક્તોએ શ્રદ્ધા અને સાહસિકતા સાથે અયોધ્યા ખાતે પહોંચી ગયા હતા. રૂણ ગામના રામભક્તોએ પરિવારની ચિંતા કર્યા વગર રામનામનાં ઉચ્ચારે કારસેવા પૂરી પાડી હતી. જોકે કાર સેવા બાદ પરત ફરતા રામભક્તો પર ગોધરા સ્ટેશને થયેલા હુમલામાં અન્ય કારસેવકો સાથે ખેડા જિલ્લાના વસો તાલુકાના રૂણ ગામના 6 મહિલા કાર સેવકની જિંદગી હોમાઇ ગઇ હતી.
રામમંદિરના સંઘર્ષનો અંત આવ્યો છે, અને દેશભરના રામ ભક્તો હવે અયોધ્યામાં રામ મંદિરનું નિર્માણ પામનાર અને 22 જાન્યુઆરીએ રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ બાદ દર્શન કરવાની આશાઓ સેવી રહ્યાં છે. દરેક દેશવાસી અયોધ્યામાં નિર્માણ થનાર રામ મંદિર દર્શન માટે જેટલા આતુર છે અને તેટલા જ આતુર છે રામ મંદિરનાં નિર્માણનાં સંઘર્ષમાં જોડાયેલા રામ ભક્તો!
અયોધ્યામાં રામમંદિર તૈયાર થયું છે. સંઘર્ષ દરમિયાન ચરોતરના રામ ભક્તોએ પણ સેવાઓ આપીને પોતાનું યોગદાન આપ્યું હતું.
રૂણ ગામમાં પહોંચીને ગુજરાત મિત્ર ટીમ દ્વારા રામ મંદિર નિર્માણ હેતુસર પોતાની જિંદગી ખપાવી દેનાર 6 મહિલાઓના પરિવારજનોની મુલાકાત લેવામાં આવી હતી. મુલાકાત દરમિયાન જાણવા મળ્યું હતું કે પરિવારની ચિંતા કર્યા વિના કારસેવકો નિકળ્યા હતા..તે સમય અંગે વાત કરતા રૂણના સુમિત્રાબેન પટેલે જણાવ્યું હતું કે 1992માં રામમંદિર નિર્માણ સંઘર્ષમાં જોડાયા હતાં.
આજે હવે ૫૦૦ વર્ષ બાદ નિજ મંદિરમાં રામ ભગવાન બિરાજી રહ્યાં છે જેનો આનંદ છે.
રામમંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં યાદગાર બને તે માટે અયોધ્યાનુ ટ્રસ્ટ અનેક કાર્યક્રમો આયોજિત કર્યા છે. રામ મંદિરનાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવમાં જવાનું આમંત્રણ રૂણ ગામના કાર સેવકોના પરિવારજનોને આપવામાં આવ્યું છે. અયોધ્યામાં રામ મંદિર માટે અનેક લોકોએ પોતાના જીવની આહુતિ આપી દીધી હતી તો ઘણાં લોકોએ પોતાની જિંદગી ખર્ચી નાખી છે.

Most Popular

To Top