અયોધ્યામાં પાંચસો વર્ષ પછી ભવ્ય રામ મંદિર નિર્માણનું સ્વપ્ન પૂરું થયું છે. હિન્દુઓ ની આસ્થા રામ જન્મભૂમિ પર રામ મંદિર નું નિર્માણ હિન્દુ હૃદયસમ્રાટ શ્રી નરેન્દ્રભાઇ મોદી ના કારણે થયુ છે. વાત મંદિરની ચાલે છે ત્યાંરે સુરત કોટ વિસ્તારના શેરી મોહલ્લા માં અનેક મંદિરો આવેલા છે. અસ્સલ સુરતના સલાબતપુરા વિસ્તારમાં વિવિધ મંદિરો આવેલા છે. પીપરડી શેરી માં રામદ્વારા મંદિર અને તરતીયા હનુમાનજી નું મંદિર,ચોકી શેરી માં નિર્મળદાસજી નું મંદિર,દોરીયાવાડ માં પ્રાચીન ભવાની માતાનું મંદિર,નાની બેગમવાડી માં મુક્તિધામ મંદિર,બાલાભાઈ ની શેરી માં પ્રાચીન શ્રી સત્યનારાયણ દેવનું મંદિર,સીધી શેરી માં પ્રાચીન ધુળેશ્વર મહાદેવ(કાચ નું મંદિર),ખાંગડશેરી માં તરતીયા હનુમાનજી મંદિર,ઈચ્છા ડોસી ની વાડી માં દત્ત મંદિર,ઘામલાવાડ માં શ્રી મહાલક્ષ્મી માતા નું મંદિર અને પ્રાચીન ગંગેશ્વર મહાદેવ,રેશમવાડ માં શ્રી સપ્તશૃંગી માતાનું મંદિર અને સાંઈબાબા નું મંદિર,ચલમવાડ માં સ્વંયભુ ખંડેરાવ મહાદેવ મંદિર,મહાત્મા વાડી માં સ્વામીશ્રી બ્રહ્માનંદ સરસ્વતી નું મંદિર, માછીવાડ માં પ્રાચીન કામનાથ મહાદેવ,સીગોતેર માતાજી મંદિર અને જગન્નાથજીની અને યોગેશ્વર મહારાજની સમાધી આવેલી છે. સલાબતપુરા ના ધર્મપ્રેમી સનાતનીઓ દ્વારા આ મંદિરોમાં જન્મજયંતિ ની ઉજવણી કરવામાં આવે છે અને મહાપ્રસાદી ભંડારા અને યજ્ઞનું આયોજન કરવામાં આવે છે.
સુરત – કિરીટ મેઘાવાલા- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.
અધધ સુરતમાં 121 પુલો (બ્રીજ) છે
પ્રથમ સુરત સિલ્ક સીટી નામે પ્રખ્યાત હતુ બાદમાં ડાયમંડ સીટી નામે પ્રખ્યાત હતું હવે બ્રિજ સીટી માટે પ્રખ્યાત થાય તો નવા નહિ. વસ્તી વધે છે જમીન વધતી નથી. આખા ભારતનો કોઇ સ્ટેટ એવો ન હોય તેનું એક કુટુંબ પણ સુરતમાં હોય નહિ. બેફામ બહારથી ધંધા માટે તેથી સાથે રોજગારી માટે આવે છે એટલે સ્વભાવિક રીતે ટ્રાફિકથી સમસ્યા વધવાની હવે તેના માટે વિકલ્પ એ જ છે. કે નવા બ્રિજ બાંધો અને ટ્રાફિક સમસ્યા હલ કરો. આટલુ કરતા પણ અમુક બ્રિજ પર કે અમુક રસ્તાઓ પર સવારે 8 થી 10 તથા સાંજે 6 થી 8 ટ્રાફિક થી સમસ્યાનાં સામનો કરવો પડે છે. ભવિષ્યમાં રીંગરોડથી જેમ ત્રિપલ પુલ બાંધવાથી બધે નોબત પણ આવી શકે છે. ટ્રાફિક સમસ્યા પ્રજા અને પોલિસ વચ્ચે એક મોટી સમસ્યા છે.
સુરત – મહેશ આઈ. ડોકટર- આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.