ગાંધીનગર: (Gandhinagar) આવતીકાલે 22મી જાન્યુ.ના રોજ અયોધ્યા (Ayodhya) ખાતે ભગવાન શ્રી રામ લલ્લાની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે, તેની પૂર્વ સંધ્યાએ મહેસાણાના (Mahesana) ખેરાલુ નગરમાં આજે સાંજે બેહરિન વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી, ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસે સ્થિતિને કાબુમાં લેવા માટે ટિયરગેસના 10 કરતાં વધુ સેલ છોડ્યા હતા.
- મહેસાણાના ખેરાલુમાં શ્રીરામ શોભાયાત્રા પર પથ્થરમારો, ભારેલા અગ્નિ જેવી સ્થિતિ
- બેહરિનવાસ વિસ્તારના મકાનના ધાબા પરથી પથ્થરમારો કરાયો, મહિલાઓ પણ પથ્થરો મારતા દેખાઈ
- સ્થિતિ પર કાબૂ કરવા પોલીસે ટિયરગેસના 10 સેલ છોડ્યા, અયોધ્યા મહોત્સવ પૂર્વે સમગ્ર પંથકમાં ચિંતાનો માહોલ
ખેરાલુના બેહરિન વાસ વિસ્તારમાંથી જ્યારે શોભાયાત્રા કાઢવામાં આવી ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા શોભાયાત્રા પર પથ્થરમારો કરવામાં આવ્યો હતો. આ વિસ્તારમાં વિવિધ ધાબા પરથી અસામાજિક તત્વો દ્વારા પથ્થરમારો કરવામાં આવ્યો હતો. પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને 10 રાઉન્ડ ટિયર ગેસના સેલ છોડ્યા હતા. જેના બાદ સમગ્ર સ્થિતિ પર કાબૂ મેળવ્યો હતો.
આખા નગરમાંથી રામ શોભા યાત્રા નીકળી હતી તે વખતે બેહરિન વાસમાંથી આ યાત્રા પસાર થઈ તે વખતે નજીકના મકાનોના ધાબા પર ચઢીને કેટલાંક અસમાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો, જેમાં કેટલીક મહિલાઓ પણ પથ્થરમારા જોડાઈ હતી.