Madhya Gujarat

હાલોલમાંથી પોણા બાર લાખનો દારૂ ઝડપાયો

હાલોલ, તા.૧૭
હાલોલ ટાઉન પોલીસ મથકની હદમાંથી તાજેતરમાં સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમ દ્વારા પોણા કરોડ રૂપિયા જેટલી રકમનો વિદેશી દારૂની ઝડપી પાડયો હોવાના બનાવના પડઘા હજુ શમ્યા નથી તેવા સમયે ફરી એકવાર ગત મોડી રાત્રિએ સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે હાલોલ રૂરલ પોલીસ મથકની હદમાં આવેલ ચાંચડીયા ગામેથી પંથકના કુખ્યાત બુટલેગર હિતેશ ઉર્ફે જાડો રાઠોડનો પોણા બાર લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડતા હાલોલ પંથકના લિસ્ટેડ નામચીન બૂટલેગરો ગાંધીના ગુજરાતમાં દારૂ બંદીના કાયદાની ઐસી કી તૈસી કરી બેફામ અને બેરોકટોક બની સ્થાનિક પોલીસ તંત્રની શેહ શરમ હેઠળ મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો મંગાવી વિદેશી દારૂની રેલમછેલ કરવા સજજ છે તે હકીકત સામે આવી છે જેમાં ગત રાત્રિએ ગુજરાત રાજ્ય સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે ચાચડીયા ગામે શેઢી ફળિયાની સીમમાં ટ્રકમાં ભરી કટીંગ થવા આવેલો ૧૧.૭૬ લાખ રૂપિયાની કિંમતનો વિદેશી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ટ્રકમાંથી ઝડપી પાડી વિદેશી દારૂ અને ટ્રક મળી કુલ ૨૧.૮૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ચાંચડીયાના લિસ્ટેડ કુખ્યાત બુટલેગર હિતેશ ઉર્ફે જાડો રાઠોડ તેમજ નસીમ કુરેશી સહિત કુલ ૬ વ્યક્તિઓ સામે પ્રોહીબીશન એકટ ગુનો નોંધ્યો હતો. એસએમસીની ટીમને ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની વ્હિસ્કી અને ટીન બિયર સહિતની બોટલો નંગ ૧૧,૭૬૦ જેની કિંમત ૧૧,૭૬૦૦૦/- રૂપિયાનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો જેમાં એસએમસીની ટીમે સ્થળ પરથી એક ઇસમ પ્રવીણભાઈ બચુભાઈ પરમાર રહે.મુલધરી તા.હાલોલનાઓને ઝડપી પાડ્યો હતો જેમાં ઝડપાયેલા ઈસમની પૂછપરછ કરતા વિદેશી દારૂનો જથ્થો હિતેશ ઉર્ફે જાડોએ મંગાવેલો હતો અને આ દારૂનો જથ્થો તે અને અન્ય એક ઇસમ પ્રવીણ ઉર્ફ ભયલી સ્કુટી લઈને દારૂનો જથ્થો ઉતારવા આવ્યા હોવાનું કબૂલ્યું હતું. જોકે વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટ્રક લઈને આવનાર ટ્રક ચાલક રાત્રિના સુમારે અંધારાનો લાભ લઈને ભાગી છુટવામાં સફળ રહ્યો હતો જેમાં એસએમસીની ટીમ વિદેશી દારૂ કિંમત ૧૧,૭૬,૦૦૦/- રૂ.ટ્રક કિંમત ૧૦,૦૦,૦૦૦/- એક મોબાઈલ કિંમત ૫,૦૦૦/- રૂપિયા મળી કુલ ૨૧,૮૧,૦૦૦/- રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી ઝડપાયેલા આરોપી પ્રવીણ બચુભાઈ પરમાર તેમજ મુખ્ય બુટલેગર હિતેશ ઉર્ફે જાડો જશવંતસિંહ રાઠોડ, મોહમ્મદ નસીમ કુરેશી રહે.કાળી ભોય પાવાગઢ રોડ ભિખા ભલજી રાઠવા,પ્રવીણ ઉર્ફે ભયલી અને દારૂનો જથ્થો લઈને આવનાર ટ્રકનો અજાણ્યો ચાલક મળી કુલ ૬ વ્યક્તિઓ સામે હાલોલ રૂરલ પોલીસ મથકે પ્રોબિશન એકટ હેઠળ ગુનો નોંધ્યો હતો.

Most Popular

To Top