સુરત(Surat): શહેરના સરથાણા વિસ્તારમાં વર્ષ 2003માં શરૂ થયેલા નેચર પાર્કમાં બે દાયકા બાદ પહેલીવાર એવી ઘટના બની છે કે પશુપ્રેમીઓ ખુશીથી ઝુમી ઉઠ્યા છે. સરથાણા નેચર પાર્કમાં વરૂએ બે તંદુરસ્ત બચ્ચાંઓને ગઈ તા. 4 જાન્યુઆરીના રોજ જન્મ આપ્યો છે.
શહેરના સરથાણા ખાતે આવેલા નેચર પાર્કમાં (SarthanaNaturePark) પહેલીવાર એશિયાઈ વરુનું (Asiatic wolf) સફળ બ્રિડિંગ (Breeding) થયું છે. ગઈ તા. 4 જાન્યુઆરીના રોજ માદા વરુએ બે તંદુરસ્ત બચ્ચાંઓને જન્મ આપ્યો (The female wolf gave birth to two healthy cubs) છે. વર્ષ 2003માં શરૂ થયેલા સરથાણા નેચર પાર્કમાં પહેલીવાર એશિયાઈ વરુના બચ્ચાઓનો જન્મ થયો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગયા જુલાઈ મહિનામાં જયપુર ઝૂ પાસેથી પ્રાણી વિનિયમ કાર્યક્રમ હેઠળ વરૂની જોડી લાવવામાં આવી હતી. આ વરુની જોડીના બદલામાં સુરત નેચર પાર્ક તરફથી જયપુર ઝૂને જળ બિલાડીની જોડી આપવામાં આવી હતી.
જયપુરથી લવાયેલી વરૂની જોડીને તેમના પાંજરામાં બ્રીડિંગ સિઝન ઓક્ટોબરથી જાન્યુઆરી દરમિયાન સંપૂર્ણ પ્રાયવસી આપવામાં આવી હતી. માદા વરુનો ગર્ભધારણનો સમય અંદાજે 60થી 72 દિવસનો હોય છે. જેમાં માદા વરૂ ગર્ભવતી હોવાનું સામે આવતાં જ નવા પાંજરામાં માદા વરૂને શિફ્ટ કરવામાં આવી હતી.
વરૂના નવા પાંજરામાં એક કત્રિમ બખોલ પણ બનાવવામાં આવી છે. આ બખોલમાં ગત ચોથી જાન્યુઆરીના રોજ માદા વરૂએ બે તંદુરસ્ત બચ્ચાઓને જન્મ આપ્યો હતો. હાલ આ બચ્ચાઓની આંખો ખુલી ગઈ હોવાનું જાણવા મળ્યું છે.
નેચર પાર્કના હીનાબેને કહ્યું કે, જેવી માદા વરૂ પોતાના બચ્ચાઓને લઈને બખોલમાંથી બહાર આવશે ત્યારે લોકોને તેને જોઈ શકશે. હાલ આ પાંજરા પાસે કોઈને પણ જવા દેવામાં આવતાં નથી. કારણ કે, માદા હીંસક બને તો બચ્ચાઓને પણ નુકસાન પહોંચાડી શકે છે.