બાકરોલ સ્થિત તિરૂપતિ ફાઉન્ડેશન ટ્રસ્ટ સંચાલિત સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ, બાકરોલમાં પૂર્વ વિદ્યાર્થી સમેલન-2024 ‘સ્મરણિકા’નુ આયોજન સંસ્થાના ચેરમેન ગીરીશભાઈ પટેલ, સંસ્થાના સેક્રેટરી શીતલભાઈ પટેલ તથા કેમ્પસ કો-ઓર્ડીનેટર પ્રા. ભાવનાબેન ભાવસાર હેઠળ કરવામાં આવ્યું હતું. સરદાર પટેલ એજ્યુકેશન કેમ્પસ સંચાલિત સરદાર પટેલ કોલેજ ઓફ ફાર્મસી, સરદાર પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એપ્લાઇડ સાયન્સ, સરદાર પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન, સરદાર પટેલ કોલેજ ઓફ એડ.એન્ડ મેનેજમેન્ટ –એમબીએ ,સરદાર પટેલ કોલેજ એન્જીનીયરીંગ,સરદાર પટેલ કોલેજ ઓફ એડ. એન્ડ મેનજમેન્ટ તેમજ સરદાર પટેલ કોલેજ ઓફ કોમર્સ જેવી તમામ સંસ્થાઓમાં પૂર્વ વિદ્યાર્થી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત પૂર્વ વિદ્યાર્થીઓએ પણ પોતાની યાદો તાજી કરીને કોલેજના અનુભવો પ્રતિભાવરૂપે રજૂ કર્યા હતા. કાર્યક્રમનાં અંતે આભારવિધિ બાદ રાષ્ટ્રગીત સાથે કાર્યક્રમની પૂર્ણાહુતિ કરવામાં આવી હતી.