Vadodara

અંઘાડીને ગૌવંશ હત્યા મુક્ત ગામ જાહેર કરાયું

સેવાલિયા, તા.15
ગૌ વંશની હેરાફેરી અને હત્યા મામલે સર્વત્ર ઘર્ષણ અને વૈમનસ્યના બનાવો અવાર નવાર બનતા હોય છે. ત્યારે ચરોતરના અંગાડી ગામના મુસ્લિમ સમુદાયના આગેવાનોએ ખૂબ પ્રેરણારૂપ નિર્ધાર કરીને સમગ્ર ગામને ગૌ વંશ હત્યા મુક્ત ગામ જાહેર કરીને હંમેશા માટે ગૌ વંશ હત્યા પર પ્રતિબંધ જાહેર કર્યો છે.
    અંઘાડી ગામના મુસ્લિમ સમાજના આગેવાનોએ ઞુજરાત ક્ષત્રિય મહાસંઘની પ્રેરણાથી અને માનવતાવાદી વિચારધારાથી પ્રેરીત થઈને ગામમાં ગૌ વંશ હત્યા સંપુર્ણપણે પ્રતિબંધિત કરી દીધી છે. ખેડા જિલ્લાના ઞળતેશ્વરના અંધાડી ગામમાં મુસ્લિમ સમાજની જનસંખ્યા મહતમ છે. અંઘાડી ગામના મુસ્લિમ સમાજે એક થઈ હિન્દુ સમાજને ભાઈ ચારાના પ્રથમ ચરણની ભેટ રૂપે અંધાડી ઞામના ગૌવંશને સંપુર્ણ પણે નિર્ભય બનાવવાનો નિર્ણય કર્યો છે . જેની ખાતરી રૂપે “ ઞુજરાત ક્ષત્રિય મહાસંઘના” ના રાજપૂત સમાજના અધ્યક્ષ પ્રવિણસિંહ પરમાર તથા મહેશસિંહ સોલંકીના નેતૃત્વ હેઠળ ગૌ વંશ હત્યા પ્રતિબંધ મૂકવાનો નિર્ધાર કર્યો હતો. નવો પ્રેરણારૂપ અભિગમ અપનાવીને ઞામને  હિન્દુ મુસ્લિમ સમાજના સર્વે ભાઈઓએ સાથે મળીને “ ઞૌવંશ હત્યા મુક્ત ઞામ” ધોષિત કર્યું હતું.
હાલમા ઠેક ઠેકાણે ગૌ વંશ હત્યાના બનાવો દિનપ્રતિદિન વધી રહ્યા છે ત્યારે અંઘાડીના ગ્રામજનોએ ભેદભાવ અને કોમી વૈમનસ્ય અટકાવવાની પહેલ સમાન ગૌ વંશ હત્યા પ્રતિબંધ નિર્ધાર કરી એખાલસતાનુ ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Most Popular

To Top