World

ચોંકાવનારો રિપોર્ટ- વર્ષ 2020થી વિશ્વમાં અમીરોની સંપત્તિ બમણી થઈ, પાંચ અબજ લોકોની આવક ઘટી ગઈ

ચેરિટી ઓક્સફેમે (Charity Oxfam) એક રિપોર્ટ (Report) જાહેર કર્યો છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે વિશ્વના પાંચ સૌથી ધનિક લોકોની સંપત્તિ 2020 થી બમણી થઈ ગઈ છે. દાવોસમાં આયોજિત વર્લ્ડ ઈકોનોમિક ફોરમની બેઠક દરમિયાન આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે 2020થી વિશ્વના ટોચના પાંચ અમીરોની કુલ સંપત્તિ $405 બિલિયનથી વધીને $869 બિલિયન થઈ ગઈ છે. આ સૌથી ધનિક (Rich) લોકોની સંપત્તિ દર કલાકે સરેરાશ 14 મિલિયન ડોલરના દરે વધી છે. ઓક્સફેમનું કહેવું છે કે 2020થી પાંચ અબજ લોકોની આવકમાં ઘટાડો થયો છે અને ગરીબોની (Poor) સંખ્યામાં વધારો થયો છે.

રિપોર્ટ અનુસાર દુનિયાનાં સૌથી અમીર વ્યક્તિ જેમાં એલન મસ્ક, બર્નાડ અરનોલ્ટ, જેફ બેજોઝ, લેરી એલિસન અને માર્ક જુકરબ્રગે 2020 બાદથી પોતાની સંપત્તિમાં બેગણો વધારો કર્યો છે. આ સંપત્તિ વધીને 869 બિલિયન ડોલર થઈ ગઈ છે. જ્યારે આ સમયગાળામાં દુનિયામાં 5 અરબ લોકો વધુ ગરીબ થઈ ગયાં છે. વિશ્વને એક દાયકામાં પ્રથમ ટ્રિલિયોનેર મળી શકે છે. તદુપરાંત ગરીબીનો અંત આવતાં બે સદીથી વધુ સમય લાગશે. ઓક્સફેમે વર્લ્ડ ઈકોનોમિક ફોરમ (WEF)ની વાર્ષિક બેઠકના પહેલા દિવસે સોમવારે પોતાનો વાર્ષિક અસમાનતા રિપોર્ટ જાહેર કરતી વખતે આ બધી બાબતો કહી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વની 10 સૌથી મોટી કોર્પોરેશનોમાંથી સાતમાં ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર (CEO) અથવા મોટા શેરહોલ્ડર છે જે અબજોપતિ છે.

રિપોર્ટ Inequality Inc. શીર્ષક સાથે સોમવારે ફરીથી બહાર પાડવામાં આવ્યો હતો. એવું કહેવામાં આવ્યું છે કે વર્ષ 2020 થી અમીરોની સંપત્તિમાં સરેરાશ 3.3 અબજ ડોલરનો વધારો થયો છે. નોંધનીય બાબત એ છે કે આ વધારો એવા સમયે થયો છે જ્યારે વૈશ્વિક અર્થવ્યવસ્થાની સ્થિતિ સારી નથી. વિશ્વ પણ કોરોના મહામારીથી પ્રભાવિત થયું હતું. રિપોર્ટમાં સમગ્ર વિશ્વમાં વધતી જતી આર્થિક અસમાનતા અંગે ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. જે અમીરોની સંપત્તિમાં ઝડપથી વધારો થયો છે તેમાં LVMH ચીફ બર્નાર્ડ આર્નોલ્ટ, એમેઝોન ચીફ જેફ બેઝોસ, રોકાણકાર વોરેન બફેટ, ઓરેકલના સહ-સ્થાપક લેરી એલિસન અને ટેસ્લાના સીઈઓ એલોન મસ્કના નામ સામેલ છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આગામી 229 વર્ષ સુધી આ દુનિયામાંથી ગરીબી નાબૂદ નહીં થાય.

રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે વિશ્વભરમાં ખાનગી ક્ષેત્ર નીચા ટેક્સ દરો, પ્રણાલીગત છટકબારીઓ અને અપારદર્શકતાને પ્રોત્સાહન આપી રહ્યું છે. ટેક્સ પોલિસી મેકિંગમાં લોબીંગના કારણે ટેક્સના દર નીચા રાખવામાં આવી રહ્યા છે, જેના કારણે સરકારી તિજોરીને નુકસાન થઈ રહ્યું છે, જ્યારે આટલા જ પૈસા ગરીબોના કલ્યાણ માટે ખર્ચી શકાયા હોત. ઓક્સફેમે કહ્યું કે OECD દેશોમાં વર્ષ 1948માં કોર્પોરેટ ટેક્સ 48 ટકા હતો, જે 2022માં ઘટીને માત્ર 23.1 ટકા થઈ ગયો છે. રિપોર્ટમાં અબજોપતિઓ પર વેલ્થ ટેક્સ લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે, જેમાંથી સરકારોને દર વર્ષે 1.8 ટ્રિલિયન ડૉલર મળી શકે છે.

Most Popular

To Top