ભરૂચ,અંકલેશ્વર: ઉત્તરાયણના (Uttrayan) દિવસે રવિવારે અંકલેશ્વર GIDCમાં (AnkleshwarGIDC) આવેલી ખાતુશ્રી કેમ કંપનીમાં અચાનક આગ (Fire) લાગતા દોડધામ મચી હતી. પીગમેન્ટ બનાવતી કંપનીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. અંકલેશ્વર મામલતદાર, GPCB અને ડીશ ટીમ ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી હતી.
અંકલેશ્વર GIDCમાં આવેલ હોનેંસ ચોકડી પર આવેલી ખાતુશ્રી કેમ કંપનીમાં ઉત્તરાયણ દિવસે જાહેર રજા હતી. માત્ર એક કર્મચારી કંપનીમાં હાજર હતો. આ કંપની હાલ લાલ રંગનું પીગમેન્ટ બનાવી રહી હતી.એ વેળા ઉત્તરાયણના દિવસે બપોરે સમયે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. જે આગે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું.
ઘટના અંગે અંકલેશ્વર DPMCને જાણ કરવામાં આવતા ૪ ફાયર ટેન્ડર સાથે ટીમ સ્થળ પર દોડી આવી હતી.અને તાત્કાલિ પાણી છંટકાવ ચલાવી ગણતરીના સમયમાં આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે આ આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું પ્રાથમિક કારણ સામે આવી રહ્યું છે. જોકે સદ્દનસીબે કંપની બંધ હોવાથી કોઈ જાનહાનિ ન થતા હાશકારો અનુભવ્યો હતો.
ભડકોદ્રાના સ્ક્રેપ માર્કેટમાં ભીષણ આગ લાગી
ભરૂચ: અંકલેશ્વર GIDCની અડીને આવેલા ભડકોદ્રા ગામની સીમમાં બનાવાયેલા સ્ક્રેપ માર્કેટમાં જોરદાર ભીષણ આગ લગતા વાતાવરણ ઇમરજન્સી વ્હીકલના સાયરનોથી રણકાર સાંભળવા મળ્યો હતો. ભંગારના ગોડાઉનોમાં અવારનવાર લાગતી આગ પર્યાવરણ સામે ચિંતા ઉદ્દભવી રહી છે.
અંકલેશ્વરમાં નોબલ સ્ક્રેપ માર્કેટમાં ભંગારના ગોડાઉનમાં ભીષણ આગ લગતા દોડધામ મચી હતી. અંકલેશ્વર DPMC, પાનોલી નોટીફાયર અને અંકલેશ્વર નગરપાલિકાના પાંચ ફાયર ટેન્ડરે આવી જતા પાણીનો મારો ચલાવતા આગ કાબુમાં આવી ગઈ હતી.
આગની ઘટનાના પગલે અંકલેશ્વર પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. બનાવ બાબતે પોલીસ ચોપડે નોંધ કરી આગ લાગવા ક્યાં કારણો છે એની તપાસ હાથ ધરી છે.આગની ઘટનાનું કારણ હજુ સુધી બહાર આવ્યા નથી.