વર્તમાન શિયાળાની ખુશનુમા ઋતુમાં નદીઓ અને તળાવો પર યાયાવર પક્ષીઓના ટોળેટોળા ઉમટી રહ્યા છે. ત્યારે મહીસાગર નદીના વાસદ તટે હાલમાં પક્ષીઓની સહેલગાહનો નજારો જોવા મળે છે. આકાશ અને નદીના પટમાં વિવિધ પક્ષીઓ મહેમાન બનીને સહેલગાહે આવ્યા હોય તેવા અદભૂત દ્રશ્યો કંડારાઈ રહ્યા છે. આણંદથી વડોદરા હાઈવે પર વાસદ બ્રીજ પરથી પસાર થતા વાહનચાલકો અને રાહદારીઓ યાયાવર પક્ષીઓ નિહાળવા માટે થોભી જાય છે. – તસ્વીરઃ ફ્રાન્સીસ મેકવાન
વાસદ મહી તટે યાયાવર પક્ષીઓની સહેલગાહનો નજારો
By
Posted on