સુરત (Surat) : શહેરના પાંડેસરા (Pandesara) પ્રમુખ પાર્કમાં વેલ્ડીંગ પાઇપ ઉતારતી વખતે હાઈટેન્શન લાઈનને અડી જતા બે કારીગરોને કરંટ (Current) લાગ્યો હોવાની ઘટના સામે આવી છે. બન્ને કારીગરોને (Labour) તાત્કાલિક સારવાર માટે સિવિલ (Civil) ખસેડાયા હતા. બે પૈકી એક કારીગરનું આ અકસ્માતમાં મોત (Death) નિપજ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે.
પ્રાપ્ત માહિતી અનુસાર 21 વર્ષીય તાલિબ કુરેશી મૃત્યુ પામ્યો છે. જ્યારે અન્ય કારીગર ગુલફામ શેખની સિવિલમાં સારવાર ચાલી રહી છે. પરિવારે જણાવ્યું હતું કે વેલ્ડીંગ કામ પૂર્ણ થઈ ગયા બાદ બંન્ને મિત્રો સામાન લેવા પ્રમુખ પાર્કમાં ગયા હતા.
મૃતક તાલિબના પરિવારે જણાવ્યું હતું કે, 5 ભાઈઓ અને એક બહેનમાં તાલિબ ચોથા નંબરનો દિકરો હતો. વેલ્ડીંગ કામ કરી પરિવારમાં આર્થિક રીતે મદદરૂપ થતો હતો. તાલિબ લિંબાયત પદ્માવતી સોસાયટીમાં પરિવાર સાથે જ રહેતો હતો. ઘટના શુક્રવારની સાંજે બન્યાના કલાકો બાદ ખબર પડી હતી. હાલ પોલીસ તપાસ ચાલુ છે.
ઇજાગ્રસ્ત ગુલફામ અહેમદ શેખ (ઉં.વ.25 રહે ઉધના યાર્ડ બુદ્ધ સોસાયટી) ઘણા વર્ષોથી ફેબ્રિકેશનમાં વેલડર તરીકે કામ કરતો હતો. 5 ભાઈ અને બે બહેનોમાં ગુલફામ નબરનો દીકરો હતો. પાંડેસરા પ્રમુખ પાર્કમાં કામ પૂરું થઈ ગયા બાદ મિત્ર તાલિબ સાથે સામાન લેવા ગયો હતો. લોખંડના પાઇપ નીચે ઉતારતી વેળા એ પાઇપ હાઈ ટેશન લાઈન ને અડી જતા કરંટ લાગ્યો હોવાનું સ્થાનિક લોકોએ જણાવ્યું હતું. હાલ પોલીસ તપાસ ચાલુ છે.