SURAT

ભેસ્તાનમાં મોબાઇલ લૂંટારુથી બચવા ભાગેલા યુવકનું ST બસની અડફેટે મોત : મિત્ર હેબતાઈ ગયો

સુરત (Surat) : શહેરના ભેસ્તાન (Bhestan) વિસ્તારમાં મોબાઈલ ચોરોથી (Mobile Thief) બચીને ભાગવા જતા એક પરપ્રાંતીય યુવકનું સિટી બસની (CityBus) અડફેટે (Accident) મોત (Death) નિપજ્યું છે. નજરની સામે મિત્રનું અકસ્માત મોત જોઈ યુવકનો મિત્ર હેબતાઈ ગયો હતો.

પ્રાપ્ત માહિતી અનુસાર ભેસ્તાનના સિદ્ધાર્થ નગર નજીક મોપેડ સવાર મોબાઇલ લૂંટારુથી બચવા દોડેલા ઓરિસ્સાવાસી યુવકનું એસટી બસની અડફેટે મોત નિપજ્યું હોવાની ચોંકાવનારી ઘટના બની છે. મોડી રાત્રે બનેલી ઘટના બાદ પોલીસ દોડતી થઈ ગઈ છે. બસની અડફેટે ચઢેલા યુવકનું નામ સાગર પ્રકાશ બહેરા (ઉં.વ. 23, સિદ્ધાર્થનગર ઝૂંપડપટ્ટી, ભેસ્તાન) હોવાનું જાણવા મળ્યું છે. મૂળ ઓરિસ્સાનો સાગર સુરતમાં 5 વર્ષથી રોજગારી માટે સ્થાયી થયો હતો. તે લુમ્સના કારખાનામાં કામ કરતો હતો.

રવિન્દ્ર બહેરા (બનેવી) એ જણાવ્યું હતું કે સાગર પ્રકાશભાઈ બહેરા ઓરિસ્સાનો રહેવાસી હતો. લગભગ 5 વર્ષથી સુરતમાં રોજગારી લઈ રહ્યો હતો. એક બહેન અને બે નાના ભાઈઓ સહિત માતા-પિતાની જવાબદારી ઉપાડતો હતો. શુક્રવારની રાત્રે સાગર મિત્ર સાથે સાઈકલ પર સવાર થઈ લુમ્સના કારખાનાથી ઘર તરફ આવી રહ્યો હતો. ત્યારે અચાનક ભાગદોડમાં એસટી બસની અડફેટે આવતા સ્થળ પર જ મોત ને ભેટ્યો હતો.

ઘટનાની જાણ બાદ સ્થળ પર પહોંચતા લોકોએ કહ્યું હતું કે સાયકલ સવાર બંન્ને મિત્રોને મોપેડ સવાર ત્રણ અજાણ્યા ઈસમોએ આંતરી મોબાઇલ છીનવી લેવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં પણ બન્ને મિત્રો સાથે મારા મારી કરી હતી. જેને લઈ બંન્ને મિત્રોમાં ભાગદોડ મચી ગઇ હતી. સાગર BRTS રૂટ ઉપર દોડી જતા બસની અડફેટે આવી ગયો હતો. જ્યારે આ ઘટનાને નજરે જોનાર એનો મિત્ર હેબતાઈ જતા અર્ધ બેભાન અવસ્થામાં શ્વાસ લઈ રહ્યો છે. હાલ આખી ઘટનાનું ની હકીકત પોલીસ ને કરાઈ છે. તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે.

Most Popular

To Top