Vadodara

આણંદમાં કારનો કાચ તોડી લેપટોપ બેગ ચોરાઇ

આણંદ તા.12
આણંદ શહેરના વિદ્યાનગર રોડ પર આવેલા શુભલક્ષ્મી સ્ટોર પાસેના પાર્કીંગમાંથી કારનો કાચ તોડી તેમાંથી લેપટોપ બેગની ચોરીનો બનાવ બન્યો હતો.
આણંદના સો ફુટ રોડ પર ખુશ્બુ પાર્ક સોસાયટીમાં રહેતા સમીર અબ્દુલરજાક વ્હોરા જુની કાર – લે વેચનો વ્યવસાય કરે છે. તેમની પાસે કાર નં.જીજે 7 ડીડી 2998 પરિવાર માટે ઉપયોગ કરતાં હતાં. દરમિયાનમાં 11મી જાન્યુઆરી, 2024ના રોજ ઘરે હાજર હતાં. આ દરમિયાન તેમનો મિત્ર નીલેશ ઓલીવડ ક્રિશ્ચિયન અને તેમના પત્ની હેતલબહેન કે જેઓ અમેરિકા રહે છે અને વતનમાં આવ્યાં હતાં. જેમને ખરીદી કરવાની હોવાથી સમીરની કારમાં ત્રણેય ખરીદી કરવા નિકળ્યાં હતાં. સાંજના પાંચેક વાગ્યાના સુમારે આણંદ – વિદ્યાનગર રોડ પર આવેલા શુભલક્ષ્મી સ્ટોર પાસેના પાર્કીંગમાં ગાડી પાર્ક કરી ખરીદી કરવા ગયાં હતાં. આ વખતે કારમાં એક બેગમાં બે લેપટોપ તેમજ અન્ય દસ્તાવેજ પડ્યાં હતાં. ત્રણેય જણ ખરીદી કરી પરત આવ્યા તે વખતે કારની ખાલી સાઇડની પાછળની શીટ બાજુનો મોટો ગ્લાસ તુટેલો હતો અને સામાન ચેક કરતાં લેપટોપ બેગ જવા મળી નહતી. આ અંગે તપાસ કરતાં કોઇ અજાણ્યો શખ્સ બે લેપટોપ સાથેની બેગ કિંમત રૂ.30 હજાર બેગ ચોરી કરી ગયો હતો. આ અંગે આણંદ શહેર પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

Most Popular

To Top