National

નાસિકમાં વડાપ્રધાન મોદીનો ભવ્ય રોડ શો, મુંબઈને સૌથી લાંબો બ્રિજ ભેંટ આપશે

નાસિક: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PMModi) 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું (National Youth Festival) ઉદ્ઘાટન કરવા માટે નાસિક (Nasik) પહોંચ્યા છે. તેઓ રાષ્ટ્રીય યુવા મહોત્સવના ઉદ્ઘાટન પહેલા નાસિકમાં 1.5 મીટર લાંબા રોડ શો (RoadShow) દ્વારા લોકોને સંબોધિત કરી રહ્યા છે. રોડ શોમાં તેમની સાથે મહારાષ્ટ્રના (Maharashtra) સીએમ એકનાથ શિંદે (CMEknathShinde) અને નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ (Devendra Fadnavis) પણ હાજર છે.

રોડ શો બાદ પીએમ કાલારામ મંદિરના રામ ઘાટ પર પૂજા કરશે, ત્યારબાદ પીએમ 27માં રાષ્ટ્રીય યુવા મહોત્સવનું ઉદ્ઘાટન કરશે અને પછી રાજ્યમાં 30,500 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરશે. પંચવટીથી વિશેષ અનુષ્ઠાનનો પ્રારંભ થશે PM મોદી નાસિક પંચવટી ધામથી જ વિશેષ વિધિનું ઉદ્ઘાટન કરશે.

સ્વામી વિવેકાનંદની જન્મજયંતિથી શરૂ કરીને દર વર્ષે 12 થી 16 જાન્યુઆરી દરમિયાન આ રાષ્ટ્રીય યુવા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે મહારાષ્ટ્ર ફેસ્ટિવલનું આયોજન કરી રહ્યું છે. આ વર્ષે ફેસ્ટિવલ ડેવલપ્ડ ઈન્ડિયા@2047: યુવાનો માટે, યુવાનો દ્વારા થીમ પર આધારિત છે.

પીએમ અટલ બ્રિજનું ઉદ્ઘાટન કરશે
બપોરે લગભગ 3.30 વાગ્યે PM ‘અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ સેતુ’ની મુલાકાત લેશે. આ બ્રિજનું ઉદ્ઘાટન કરશે. 17840 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનેલો આ બ્રિજ 21.8 કિલોમીટર લાંબો છે અને 6 લેન ધરાવે છે. આ પુલ સમુદ્ર પર 16.5 કિલોમીટર લાંબો અને જમીન પર 5.5 કિલોમીટર લાંબો છે. આ દેશનો સૌથી લાંબો પુલ છે. તે મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ અને નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટને જોડશે. તેનાથી મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારતની મુસાફરીનો સમય પણ બચશે. ઉદ્ઘાટન બાદ આ પોલીસ સ્ટેશનને સામાન્ય જનતા માટે ખુલ્લુ મુકવામાં આવશે. તમને જણાવી દઈએ કે વર્ષ 2016માં પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયી સેવારી-ન્હાવા શેવા અટલ બ્રિજનો શિલાન્યાસ કર્યો હતો.

Most Popular

To Top