Business

પાવાગઢ ડુંગરની ફરતે પરિક્રમા યાત્રાનો શુભારંભ : મોટી સંખ્યામાં ભક્તો જોડાયા

હાલોલ તા.૧૧
યાત્રાધામ પાવાગઢ ડુંગરની ફરતે ૪૪ કિલોમીટરની ત્રિજ્યામાં ૨ દિવસ સુધી યોજાનાર આઠમી પવિત્ર પરિક્રમા યાત્રાનો આજે વાઘેશ્વરી માતાજીના મંદિરેથી હાલોલ વિધાનસભાના ધારાસભ્ય સહિત સંતો મહંતોએ ભવ્ય શુભારંભ કરાવ્યો હતો જેમાં હાલોલ પાવાગઢ સહિત સમગ્ર રાજ્યભરમાંથી હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો આઠમી પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રામાં જોડાયા હતા. સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે પરંપરાગત રીતે ભારે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધા ભાવ સાથે પાવાગઢ ડુંગરની તળેટીમાં ૪૪ કિલોમીટરની ત્રિજ્યામાં બે દિવસ સુધી યોજનારી પવિત્ર પરિક્રમા યાત્રાનો આજે આ વખતે આઠમાં વર્ષે પણ ભારે ધાર્મિક આસ્થા અને શ્રદ્ધાભાવ સાથે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે જેમાં ૧૧મી અને ૧૨ મી જાન્યુઆરી એમ બે દિવસ સુધી પાવાગઢ ડુંગર ફરતે ૪૪ કિલોમીટરની ત્રિજ્યામાં યોજાનારી આઠમી પવિત્ર પાવાગઢ પરિક્રમા યાત્રાનો આજે ગુરૂવારના રોજ સવારે ૭:૦૦ કલાકે પાવાગઢની તળેટીમાં આવેલા શ્રી વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતેથી હાલોલ વિધાનસભાના ધારાસભ્ય જયદ્રસિંહજી પરમાર કંજરીના પ્રસિદ્ધ શ્રી રામજી મંદિરના મહંત શ્રી પરમ પૂજ્ય રામશરણદાસ મહારાજ તાજપુરાના સંત શ્રી પરમ પૂજ્ય શ્રી લાલા બાપુ અને જિલ્લા સહકારી સંઘના ડિરેક્ટર મયુરધ્વજસિંહ પરમાર સહિતના મહાનુભવોના પાવન ઉપસ્થિતિમાં પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું અને આઠમી પરિક્રમા યાત્રાનો ભવ્ય ભાતી ભારે ધાર્મિક વાતાવરણમાં શુભારંભ થયો હતો જેમાં વાઘેશ્વરી માતાજીના મંદિર ખાતેથી નીકળી આઠમી પાવાગઢ પરિક્રમા યાત્રા પાવાગઢની તળેટીમાં પાવાગઢ ડુંગરની ફરતે આવેલ વિવિધ ગામોનું ૪૪ કિલોમીટર અંતર બે દિવસમાં કાપી પરત પાવાગઢ ખાતે આવી સંપૂર્ણ થશે.

Most Popular

To Top