ખંભાત તા.10
ખંભાતની પરિણીતાને તેના સાસરિયાએ આઠ વર્ષના લગ્ન ગાળામાં સંતાન ન થતાં શારીરિક માનસિક ત્રાસ આપ્યો હતો. જોકે, આ પહેલા પરિણીતા ફિનાઇલ પીને પોલીસ ચોકીએ પહોંચી હતી. જ્યાં તેની તબિયત લથડતાં અફડા તફડી મચી હતી.
ખંભાત શહેરન ત્રણ લીમડી ચુડાવાલ ચકલામાં રહેતા નુસરતબાનુના લગ્ન 11મી ઓક્ટોબર, 2014ના રોજ મોહંમદસલીમ બસીરભાઈ શેખ સાથે થયાં હતાં. આ લગ્નના એક વર્ષ બાદ સાસરિયાએ નુશરતબાનુને ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું. જ્યારે પતિ પણ સાસરિયાની ચઢવણીથી ત્રણ તલ્લાક આપી દેવાની તેમજ રૂપિયાની માગણી કરી ત્રાસ આપતાં નુસરતબાનુને ખેંચ પણ આવી ગઇ હતી. જોકે, પિયરીયા આરામ કરવા અમદાવાદ લઇ ગયાં હતાં. જોકે, સાસરિયા લેવા આવતાં નહતાં. આ અંગે વારંવાર ફોન કરવા છતાં પણ તેઓ આવતાં નહતાં.
આથી, તેઓ પિયરીયા સાથે ખંભાત આવતા પતિ ઝઘડી પડ્યો હતો અને મારા ઘરમાં આવીશ નહીં. તેમ કહી ક્યાંક જતાં રહ્યાં હતાં. સાંજે જાણવા મળ્યું કે, મોહંમદસલીમે દરિયા કિનારે જઇ ફિનાઇલ પી લીધું છે. હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કર્યો છે. આથી, નુસરતબાનુ હોસ્પિટલ જતાં તેને બોલાવતાં નહતાં અને ઘરમાંથી નીકળી જા તેવી ધમકી આપતાં હતાં.
આ ત્રાસથી કંટાળી 8મી જાન્યુઆરીના રોજ નુસરતબાનુએ પણ ફિનાઇલ પી લીધું હતું. બાદમાં પોલીસને મળવા મંડાઇ ચોકી આવ્યાં હતાં. જોકે, ત્યાં પતિ બેઠેલો હતો. પરંતુ નુસરતબાનુની તબિયત લથડતાં તાત્કાલિક તેમને સારવાર ખંભાત જનરલ હોસ્પિટલમાં ખસેડ્યાં હતાં. જ્યાંથી સારવાર કર્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપતા પતિ સલીમે જણાવ્યું હતું કે, હું તને લઇ જવાનો નથી. તારે જે કરવું હોય તે કર. તેમ કહ્યું હતું. આખરે આ અંગે ખંભાત શહેર પોલીસ મથકે ફરિયાદ આપતા પોલીસે મોહંમદસલીમ બસીર શેખ, બસીર અલીમીયાં શેખ, તસ્લીમબાનુ ઇસ્માઇલ હકીમ, કૌસરબાનુ મોહંમદફરહાન શેખ, ઇસ્માઇલ ઇબ્રાહીમ હકીમ, મોહંમદફરહાન મુનાફ શેખ સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
ખંભાતની પરિણીતા ફિનાઇલ પીને પોલીસસ્ટેશન પહોંચતા અફડા તફડી મચી
By
Posted on