સુરત: કોઈ પણ ડિગ્રી (Degree) વિના ક્લિનીક (Clinic) શરૂ કરીને ડોક્ટર (Doctor) તરીકે પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટર (Fake Doctor) સુરતમાંથી ઝડપાયો (Arrested) છે. સુરતના સચિન (Sachin) વિસ્તારમાંથી આ બોગસ તબીબ પકડાયો છે. આ બોગસ ડોક્ટર દર્દીઓને દવા, ઈન્જેક્શન પણ આપતો હતો.
- સુરતમાંથી એક બોગસ ડોક્ટર ઝડપાયો
- બોગસ ડોક્ટર પાસેથી ઈન્જેક્શન, સિરિન્જ સહિત દવાનો જથ્થો મળી આવ્યો છે
- ડોક્ટર પાસેથી ગુજરાત સરકારનું કે પછી મેડિકલ લાઈનનું કોઈ સર્ટિફિકેટ મળ્યું નહોતું.
સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાં બોગસ ડિગ્રીના આધારે દવાખાના ચાલતા હોય છે. ત્યારે પોલીસે આ પ્રકારના ઉંટવૈદોને ઝડપી પાડવા માટેનું અભિયાન હાથ ધર્યું છે. જેમાં સચિન વિસ્તારમાંથી બોગસ ડોક્ટર ઝડપાયો હતો. બોગસ ડોક્ટર પાસેથી ઈન્જેક્શન, સિરિન્જ સહિત દવાનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ ડોક્ટર પાસેથી લાઇસન્સ તેમજ ઇસમના ડોક્ટર હોવાના અન્ય કોઈ પણ પુરાવા મળ્યા નહોતા. જેથી હાલ એસઓજીએ આરોપીને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર એસઓજીએ 27 વર્ષીય નિલોય ઉર્ફે નીલુ વાઈ નિર્મલ બીશ્વાસ રહે મુકેશભાઈ મારવાડીની બિલ્ડીંગમાં રૂમ નંબર 67 આકાશ કોમ્પલેક્સ વાંઝગામ સચીન અને મૂળ બાલીયાડંગા રાણાગઢ, ગાંગનાપુર જી. નદિયા પશ્ચિમ બંગાળના વતનીને ઝડપી પાડ્યો હતો. નિલોયે ક્લિનિક ખોલ્યું હતું અને ત્યાં તે ડોક્ટર તરીકે દર્દીઓની સારવાર કરતો હતો. આ આરોપીની પૂછપરછમાં ગુજરાત સરકારનું કે પછી મેડિકલ લાઈનનું કોઈ સર્ટિફિકેટ મળ્યું નહોતું.
આરોપી બોગસ ડિગ્રીના આધારે ક્લિનિક ચલાવી લોકોના આરોગ્ય સાથે ચેડા કરતો હતો. તબીબની તપાસમાં મેડિકલ પ્રેક્ટિસ માટેના કોઈ પુરાવા ન મળતા ઇસમની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ ગેરકાયદે મેડિકલ પ્રેક્ટીસ કરતા તબીબ સામે એસઓજીએ કાર્યવાહી હાથ ધરી છે. ક્લિનિકમાંથી એસઓજીએ દવાનો જથ્થો, ઇન્જેક્શન અને સિરિન્જ સહિત 7200થી વધુ રૂપિયાનો સ્ટોક કબ્જે કર્યો હતો. તેમજ સચિન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.