સુરત : સુરત પોલીસની (SuratPolice) વધુ એક સરાહનીય કામગીરી સામે આવી છે. બજારમાં ખરીદી કરવા આવેલા બહેનને અચાનક ખેંચ આવતા જમીન પર ઢળી પડ્યા હતા. જોકે ઘટનાને નજરે જોનાર મહિલા પોલીસ ઓફિસરે તાત્કાલિક દોડી આવી પોતાના મોંઢાથી શ્વાસ આપતા મહિલા હોંશમાં આવી ગયા હતા. પોલીસને આપવામાં આવેલી સીપીઆર ટ્રેનિંગે એક મહીલાનો જીવ બચાવ્યો હોય એમ કહી શકાય છે.
- રાહદારીઓએ મહિલા પોલીસ અધિકારીને તાળીઓથી આવકારી
- ખેંચ આવતા મહિલા જમીન પર ઢળી પડી હતી
સુરત પોલીસની મહિલા પોલીસ અધિકારીની સરાહનીય કામગીરીને જોઈ લોકોમાં ખુશીનો માહોલ દેખાયો હતો. રાહદારીઓએ તાળીઓ વગાડી પોલીસ અધિકારીને પ્રશંસા કરી હતી.
સુરત પોલીસની બહાદુર જાંબાજ બેન કે.કે.ધોલિયા હોવાનું જાણવા મળ્યું હતું. ઘટના રવિવારના રોજ કાંગારૂ સર્કલ પાસે બની હતી.