Vadodara

લો વિઝીબિલિટીને કારણે ફ્લાઈટોને અસર, મુંબઈ અને દિલ્હીથી વડોદરા આવતી ફલાઇટ્સ ડાયવર્ટ કરાઇ

વડોદરા: ફરી એક વાર એર ઈન્ડિયાની (Air India) ફ્લાઇટમાં (Flights) મુસાફરો (passengers) અટવાયા હતા. મુંબઈ અને દિલ્હીથી એમ બે જુદી જુદી ફ્લાઇટ સવારે ઉડાન ભરી હતી અને વડોદરા (Vadodara Airport) એરપોર્ટ લેન્ડ થવાની હતી. જો કે લો વિઝીબિલિટીને કારણે ફ્લાઈટ વડોદરા લેન્ડ થવાને બદલે ડાયવર્ટ કરી અમદાવાદ (Ahmedabad) હવાઈ મથકે લઈ જવાઈ હતી. જેના કારણે કેટલાય મુસાફરો અટવાયા હતા. જોકે અમદાવાદથી પરત ફ્લાઇટમાં મુસાફરો વડોદરા એરપોર્ટ મથકે આવ્યા હોવાનું જાણવા મળ્યું હતું.

છેલ્લા બે દિવસથી દેશના મોટા શહેરોમાં જતી ફ્લાઇટ નિર્ધારિત સમય કરતાં મોડી પડી રહી છે. અને મેનેજમેન્ટ દ્વારા મુસાફરોને વિઝીબિલિટી ઓછી થઈ જવાને કારણે ફ્લાઈટ મોડી થઈ છે. પણ આ માત્ર એર ઈન્ડિયાની ફ્લાઇટ સાથે જ થતું જોવા મળ્યું છે. ઉડાન વિવાદના વંટોળ વચ્ચે શુક્રવારે દિલ્હીથી ઉડાન ભરેલ એઆઈ – 823 ફ્લાઈટને વડોદરા એરપોર્ટ પર સાડા નવ કલાકની આસપાસ લેન્ડ કરવાની હતી. જોકે તેની જગ્યાએ આ ફલાઈટ અચાનક વડોદરા લેન્ડ થઈ ન હતી. જેથી હવાઈ મુસાફરો પણ એક વખત દુવિધામાં આવી ગયા હતા અને આ ફ્લાઈટ એનાઉન્સમેન્ટ બાદ ડાયવર્ટ કરી સીધી અમદાવાદ હવાઈ મથકે લઈ જવાઈ હતી.

તેવી જ રીતે મુંબઈથી પણ એર ઈન્ડિયાની ફ્લાઈટ એઆઈ 669 સવારે ઉડાન ભરી હતી. જે ફલાઈટ પણ વડોદરા લેન્ડ થવાની હતી. જોકે આ ફ્લાઈટ પણ વડોદરા લેન્ડ કરવાને બદલે ડાયવર્ટ કરી અમદાવાદ હવાઈ મથકે લઈ જવાઈ હતી. બંને ફ્લાઈટમાં સવાર મુસાફરોને હવામાન ખરાબ ઓછી વિઝીબિલિટીને કારણે ફ્લાઈટ ડાયવર્ટ કરાઈ હોવાનું જણાવ્યું હતું. જેના કારણે મુસાફરો અટવાયા હતા. અડધી રાત્રે હવાઈ મથકો પર મધ્ય રાત્રે પહોચેલા મુસાફરો બપોરે વડોદરા હવાઈ મથકે પહોચ્યા હતા અને એર ઈન્ડિયાના મેનેજમેન્ટ સામે નારાજગી દર્શાવી હતી. અત્રે નોંધનીય છે કે ગઈકાલે પણ એર ઇન્ડિયાની એઆઈ 823 ફ્લાઈટ સવારે દિલ્હી એરપોર્ટ પરથી ટેક ઓફ થવાની હતી અને વડોદરા એરપોર્ટ પર લેન્ડ થવાની હતી.

જોકે દિલ્હી એરપોર્ટ પર જ લો વિઝિબિલિટીને કારણે ફ્લાઇટને રીશિડ્યુલ કરવામાં આવી હતી. જેના કારણે મધ્યરાત્રીએ એરપોર્ટ પર પહોંચેલા 120 જેટલા મુસાફરો અટવાયા હતા અને ભારે રોષ ઠાલવ્યો હતો. અને જણાવ્યું હતું કે જો ઈન્ડિગોની ફ્લાઈટને ક્લિયરન્સ મળી જતું હોય તો એર ઇન્ડિયા ની ફ્લાઈટને કેમ ન મળે ખરેખર તો તેમની પાસે પાયલોટ જ ન હતા. મહત્વની બાબત છે કે અગાઉ પણ આવા અનેક કિસ્સાઓ સામે આવ્યા છે જ્યાં મુસાફરોએ હોબાળો મચાવ્યો હતો.

હવામાન ખરાબ થવાને કારણે ફ્લાઈટ પર અસર:
શિયાળાની શરૂઆત થાય એટલે વિઝિબિલિટી ઓછી થઈ જતી હોય છે. ખાસ કરીને મોટા શહેરોમાં અવારનવાર ધુમ્મસ ભર્યું વાતાવરણ રહેતું હોવાને કારણે હવાઈ મુસાફરી ને સૌથી વધુ અસર પડે છે. ગઈકાલ રાતથી ચંદીગઢ ભોપાલ ઉદેપુર સુરત અને વડોદરા જતી અને આવતી ફ્લાઇટને વાતાવરણનો માર સહન કરવાનો વારો આવ્યો હતો. જ્યારે આ તમામ ફ્લાઈટો મોડી પડતા વધુ સમય વેઠવાનો પણ વારો આવ્યો હતો. દિલ્હી મુંબઈથી આવતી અમદાવાદ વડોદરામાં ફ્લાઇટ મોડી પડી હતી. જ્યારે ઈન્ટરનેશનલ ફ્લાઇટ ઉપર પણ અસર વર્તાઈ હતી

Most Popular

To Top