Madhya Gujarat

પીપલોદ થી સંજેલી હાઇવે રસ્તો બિસમાર હાલતમાં હોવાથી વાહન ચાલકો ત્રાહિમામ

સિંગવડ તા.૩
દાહોદ જિલ્લાના પીપલોદ થી સિંગવડ થઈને સંજેલી રાજ્ય ધોરીમાર્ગ અત્યંત બિસ્માર હાલતમાં ઉબડખાબડ બનતા વાહન ચાલકો માટે રસ્તો જોખમી બન્યો છે જ્યારે પીપલોદ થી સંજેલી જતા માર્ગ ઉપર ચેકિંગના અભાવે રેતી કપચી કાકરી અને અન્ય ભારે સામાન રહીત ઓવર લોડિંગ વાહનો દોડતા હોવાના કારણે આ રસ્તો જલ્દી બિસ્માર બની ગયો છે જ્યારે પીપલોદ થી સંજેલી ને જોડતા રસ્તા ને ઘણા વર્ષો થઈ ગયા હોવા છતાં રસ્તાને બનાવવા માટે સરકારી તંત્ર કે પછી રાજકીય નેતાઓ રસ લેતા નથી માટે વાહનચાલકોને ઉબડખાબડ જેવા રસ્તાઓ પરથી વાહન ચલાવવા કફોડી હાલત માં મુકાવું પડે છે પીપલોદ થી સિંગવડ ના રસ્તા ને આખો માર્ગ પહોળો કરીને નવેસરથી ડામર કરવાના બદલે માત્ર સિંગવડ થી મલેકપુર સુધીના ત્રણ કિમી નો માર્ગ રીસરફેસ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે જ્યારે મલેકપુર થી સંજેલી જતા નાના આંબલીયા મોટા આંબલીયા મેથાણ વગેરે ગામોનો રસ્તો બાકી છે જ્યારે સિંગવડ થી પીપલોદ રસ્તો રીસરફેસ કરવાનો બાકી છતાં વચ્ચેનો ટુકડો રીસરફેસ કરવાની કામ ખરેખર શરમજનક અને બિન આવડત નું ઉદાહરણ છે જ્યારે આ ડામર રસ્તાની કામગીરી ચાલતી હોય તેના ઉપર જે તે વિસ્તારના સરપંચ તથા ગામના જાગૃત નાગરિકો દ્વારા ધ્યાન આપે તો સારા માર્ગનું નિર્માણ થઈ શકે તેવું લોકમુખે ચર્ચા ચાલી રહી છે જ્યારે લોકમૂખે એવી પણ ચર્ચા ચાલી રહી છે કે દાહોદ જિલ્લા રાજકીય ક્ષેત્રનું એપિ સેન્ટર સિંગવડ હોય અને જે સિંગવડ તાલુકા થી મોરવા હડપ સિંગવડ થી લીમડી સિંગવડ થી મંડેર સુરપુર હાંડી અગારા થઈને સંજેલી સિંગવડ થી મેથાણ ઘાટી થઈને સંજેલી અને સિંગવડ થી પીપલોદના માર્ગો બિલકુલ બિસ્માર હાલતમાં હોય અને તેને પહોળો કરીને નવેસરથી બનાવવાની જરૂરિયાત છે જ્યારે આવા રસ્તા ખરાબ છે તેનું અભણ અને ઓછું ભણેલા માણસો સમજે છે અને જાણે છે પરંતુ અધિકારીઓને તાલુકા જીલ્લા અને રાજકીય પ્રતિનિધિત્વ કરતા નેતાઓ જાણતા નથી એવું દરેક ગામના નાગરિકોમાં ચારેકોર ચર્ચા ચાલી રહી છે.

Most Popular

To Top