આણંદની બોરસદ ચોકડી અને રેલવે ક્રોસિંગ પર બનેલ નવા બ્રિજના લોટીયા ભાગોળ તરફના છેડે વારંવાર ટ્રાફિક સમસ્યા સર્જાતાં વાહનચાલકોની હાલાકી વધી છે. શહેરમાં વાહન ચાલકો માટે નવો ઓવરબ્રિજ આશિર્વાદ સમાન બનશે તેવી આશા પ્રસરી હતી. પરંતુ છેલ્લા ઘણા દિવસોથી અવારનવાર નવા બ્રિજ પાસે ટ્રાફિક જામ રહે તેવી પરિસ્થિતિ સામાન્ય બની ગઈ છે. નવા બ્રિજ પાસે યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા માટે તંત્ર દ્વારા જરૂરી કર્મચારીની ઉપસ્થિતિમાં પણ યોગ્ય સંચાલનના અભાવે શહેરમાં આવનારા અને શહેરમાંથી અન્યત્ર જતાં વાહનોની ભરમાર રહે છે. પરંતુ સમયસર યોગ્ય ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં બેદરકારી રાખવામાં આવતી હોવાની વાહનચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે. આણંદ શહેરમાં ઓવરબ્રિજ માર્ગના લોટીયા ભાગોળ વિસ્તારના છેડે વહેલી તકે ટ્રાફિક વ્યવસ્થા જાળવવામાં આવે તેવી માંગ ઉઠી છે.
આણંદના નવા ઓવરબ્રિજ પાસે ટ્રાફિક સમસ્યા વકરી
By
Posted on