વડોદરા: સુરતની (Surat) યુવતી હજરત નિઝામુદ્દીન અર્ણાકુલમ એક્સપ્રેસમાં બેસી તેના મંગેતર સાથે સુરત જતી હતી. રાત્રીના સમયે ઊંઘ આવી જતી મીઠી નિંદર માણતી યુવતી સાથે કોચ એટેન્ડન્ટે શારીરિક અડપલા કર્યા હતા. શરીરને સ્પર્શ કરતા યુવતી જાગી ગઈ હતી. જેથી કોચ એટેન્ડન્ટે યુવતીની માફી પણ માંગી હતી. પરિવાર સાથે વાત કર્યા બાદ યુવતીએ રેલ્વે પોલીસ સ્ટેશનમાં (Railway Police Station) ફરિયાદ નોધાવી છે.
સુરતમાં રહેતી અને ચાર્ટડ એકાઉન્ટન્ટ તરીકે નોકરી કરતી યુવતી 29 ડિસેમ્બરના રોજ તેમના મંગેતર સાથે રાત્રિના સમયે હજરત નિઝામુદ્દીન રેલ્વે સ્ટેશન પરથી હજરત નિઝામુદ્દીન અર્નાકુલમ એક્સપ્રેસ ટ્રેનના કોચમાં બેસી સુરત રેલ્વે સ્ટેશન આવવા માટે રવાના થયા હતા. દરમિયાન મુસાફરી કરતા કોચમાં યુવતી મંગેતર સાથે રાત્રીના સમયે ઉંઘી ગયા હતા. રાત્રિના સમયે વડોદરા રેલ્વે સ્ટેશન આવતા પહેલા ટ્રેનના કોચ એટેન્ડન્ટે યુવતીના શરીર સાથે અડપલા કર્યા હતા.
યુવતીની શારીરિક છેડતી કરતા અચાનક ઉંઘમાંથી જાગી ગઇ હતી અને તેણે તેના મંગેતરને જગાડેલા તેમજ તેની સાથે બનેલી ઘટનાની તેમને જાણ કરી હતી.જેથી આ શખ્સે કૃત્ય કરવા બદલ યુવતીની માંફી પણ માંગવા લાગ્યો હતો. જેથી તેના મંગેતરે તેમના મોબાઇલ ફોનથી વડોદરા રેલ્વે સ્ટેશન ખાતેથી રેલ્વેના ઓનલાઇન હેલ્પલાઇન નં.139 ઉપર મદદ માટે ફોન કર્યો હતો તેમજ આ શખ્સ બાબતે બંન્નેએ પુછપરછ કરતા તેનુ નામ રાજકુમાર હોવાનું જાણવા મળ્યું હતું.
તે વખતે વડોદરા રેલ્વે સ્ટેશન પસાર થઈ ગયુ હતું અને ભરૂચ રેલ્વે સ્ટેશન આવતા રેલ્વે પોલીસના માણસો અમારી પાસે આવ્યા અને ત્યારે તેણે જે તે વખતે આ ઘટનાની ફરીયાદ લખાવી નહી અને પરિવારજનો સાથે ચર્ચા કર્યા બાદ ફરીયાદ લખાવીશુ તેવુ નિવેદન આપ્યું હતુ. ત્યાર પછી ટ્રેન સુરત રેલ્વે સ્ટેશન ઉપર આવતા અમો ટ્રેનમાંથી ઉતરી અમારા ઘરે જતા રહ્યા હતા. અમારા પરિવારજનો સાથે પરામર્શ કર્યા પછી આજરોજ ટ્રેનના કોચ એટેન્ડન્ટે કરેલા શારીરિક અડપલાની ઘટનાની ફરીયાદ નોંધાવી હતી. રેલ્વે પોલીસે યુવતીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી કોચ એેટેન્ટન્ડ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.