World

જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ, બુલેટ ટ્રેન ધ્રુજવા લાગી: સુનામીની ચેતવણી

નવી દિલ્હી: નવા વર્ષના પહેલાં દિવસે જાપાનમાંથી એક ચિંતાજનક સમાચાર સામે રહ્યા છે. અહીંના ઉત્તર-પૂર્વ વિસ્તારમાં 7.5ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો છે. જેના કારણે જાપાનમાં સુનામીની ચેતવણી જારી કરવામાં આવી છે.

પશ્ચિમ જાપાનમાં 7.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. આ ભૂકંપના આંચકા ઉત્તર મધ્ય જાપાનમાં અનુભવાયા હતા. આ ભૂકંપ આવતાની સાથે જ સુનામીની ચેતવણી જારી કરવામાં આવી હતી. સુનામી ચેતવણીએ લોકોને શક્ય તેટલી વહેલી તકે ઇશિકાવા, નિગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચરના દરિયાકાંઠાના વિસ્તારો છોડી દેવા જણાવ્યું હતું. ઈશિકાવામાં નોટો પેનિનસુલા પાસે દરિયામાંથી 5 મીટર સુધીના મોજા ઉછળવાની સંભાવના છે.

રિપોર્ટ અનુસાર નવા વર્ષના દિવસે ભૂકંપના આંચકા ટોક્યો અને કેન્ટો વિસ્તારમાં અનુભવાયા હતા. ઇશિકાવા, નીગાતા, તોયામા અને યામાગાતા પ્રીફેક્ચર્સને ઇશિકાવાના નોટો પેનિનસુલા પર 1.2 મીટરથી વધુ ઊંચા મોજાં વાજિમા બંદરે પહોંચ્યા પછી સુનામીની ચેતવણી જારી કરવામાં આવ્યા બાદ દરિયાકાંઠાના વિસ્તારોને ઝડપથી ખાલી કરવા તાકીદ કરવામાં આવી હતી.

જાપાનમાં સુનામીના મોજા ઉછળવા લાગ્યા
જાપાનમાં સ્થાનિક સમય મુજબ સાંજે 4:21 વાગ્યે સુનામીની ચેતવણી જારી કરવામાં આવી. આ પછી, તોયામા પ્રીફેક્ચરમાં સાંજે 4:35 વાગ્યે 80 સેમીના મોજા દરિયાકાંઠે અથડાયા અને પછી 4:36 વાગ્યે મોજા નિગાતા પ્રીફેક્ચરમાં પહોંચ્યા. અગાઉ 28 ડિસેમ્બરે જાપાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. જાપાનના કુરિલ ટાપુઓમાં આવેલા ભૂકંપની તીવ્રતા 6.3 માપવામાં આવી હતી. યુનાઇટેડ સ્ટેટ્સ જિયોલોજિકલ સર્વે અનુસાર, અડધા કલાકની અંદર અહીં ભૂકંપના બે આંચકા અનુભવાયા હતા.

રેલ્વે સ્ટેશન પર ઉભી રહેલી બુલેટ ટ્રેન ધ્રૂજવા લાગી
જાપાનમાં ભૂકંપના આંચકા અનુભવાયા બાદ, ઇશિકાવા પ્રીફેક્ચરના રેલ્વે સ્ટેશન પર ઉભી રહેલી બુલેટ ટ્રેન ઝડપથી ધ્રૂજવા લાગી, ત્યારબાદ સ્ટેશન પર હાજર લોકો ડરી ગયા. આ ઘટના સાથે સંબંધિત વીડિયો રશિયન ન્યૂઝ RT દ્વારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરવામાં આવ્યો છે. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે સ્ટેશન પર ઉભી રહેલી ટ્રેન ખૂબ જ ખરાબ રીતે ધ્રૂજી રહી છે.

Most Popular

To Top