Vadodara

અમૂલ ડેરીના વિકાસમાં મહિલાઓનું યોગદાન અનેરુ છે ઃ ચેરમેન

ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ તથા સીવીએમ યુનિવર્સિટીના પ્રેસિડેન્ટ એન્જીનીયર ભીખુભાઇ પટેલ ના વડપણ તથા માર્ગદર્શન હેઠળ બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય ખાતે પ્લેટિનમ જ્યુબિલી સેલિબ્રેશન ના ભાગ રૂપે ઇન્ટરનેશનલ કોન્ફરન્સ ‘વુમન ઈન સાયન્સ એન્ડ ટેક્નોલોજી 2023 : ક્રિએટિંગ સસ્ટેનેબલ કરીઅર’નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે આણંદ અમુલ ડેરીના ચેરમેન વિપુલભાઈ પટેલે જણાવ્યું હતું કે રાજ્યની પ્રથમ એન્જીનીયરીંગ કોલેજ બીવીએમના 20 હજારથી વધુ એન્જીનીયર્સ વિશ્વ માં દરેક ક્ષેત્રે કાર્યરત છે. અમૂલની શરૂઆત તથા 13 હજાર કરોડના ટર્નઓવર સુધીની અમૂલની યાત્રામાં મહિલાઓનું યોગદાન અનેરું છે. વિશ્વમાં પ્રથમ ક્રમાંકે અમૂલનો ચીઝ પ્લાન્ટ છે તથા 13 જેટલા રાજ્યોમાં કાર્યક્ષમ પ્લાન્ટ ધરાવે છે. અમૂલ ડેરી તથા GCMMF ના ભૂતપૂર્વ મેનેજિંગ ડિરેક્ટર એન્જિનીયર બી.એમ.વ્યાસ બીવીએમના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે તે સૌ માટે ગૌરવપૂર્ણ બાબત છે. એન્જિનિયર ભીખુભાઇ પટેલે ઇન્ટરનેશનલ કોન્ફરન્સના સફળતાપૂર્વકના આયોજન બદલ અભિનંદન પાઠવ્યા હતા તથા જણાવ્યું હતું કે આ કોન્ફરન્સના માધ્યમથી સાયન્સ તથા ટેક્નોલોજી ક્ષેત્રે મહિલા રિસર્ચર્સને ગ્લોબલ પ્લેટફોર્મ મળી રહેશે.
પ્રિન્સિપાલ ડૉ.ઈંદ્રજિત પટેલે જણાવ્યું હતું કે, રાજ્ય ની પ્રથમ સ્થાપેયલ સંસ્થા ,પ્રથમ ઓટોનોમસ એન્જી કોલેજ તથા પ્રથમ નૅક એક્રેડિયેટેડ એન્જી કોલેજ બીવીએમ ખાતે વર્લ્ડ બેન્ક પ્રોજેક્ટ TEQIP-II તથા TEQIP-III નું સફળ ઇમ્પ્લિમેન્ટેશન થયેલ છે. ઇન્ટનેશનલ કોન્ફરન્સ ઓન વુમન ઈન સાયન્સ એન્ડ ટેક્નોલોજી 2023:ક્રેએટિન્ગ સસ્ટેનેબલ કરીઅરની ત્રીજી આવૃત્તિના લોન્ચિંગ સમયે સમગ્ર બીવીએમ તથા ચારુતર વિદ્યામંડળ હર્ષ અનુભવે છે.
ડૉ.રાજુલ ગજ્જરે જણાવ્યું હતું કે, વર્લડ ઇકોનોમિક ફોરમના રિપોર્ટ્સ અનુસાર રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માં 33 ટકા, STEM એજ્યુકેશનમાં 18 ટકા, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે 22 ટકા, એન્જિનિયરીંગ એજ્યુકેશનમાં 28 ટકા જેટલો ફાળો મહિલાઓનો રહેલો છે. પ્રોફેશનલ ફિલ્ડ્સ માં મહિલાઓના ઉત્કર્ષ માટેના અગત્યના ફેક્ટર્સ માં ઓપોર્ચ્યુનિટી, મેન્ટરશીપ,સ્ટ્રોંગ ઇનિશિએટિવ, ડાયવર્સીટી એન્ડ ઇનોવેશન, ફ્લેક્સિબિલિટીનો સમાવેશ થાય છે.
પ્રો.સરોજ શર્મા એ જણાવ્યું હતું કે, મા સરસ્વતી એ 64 કળા તથા 14 વિદ્યાઓ માં સર્વોચ્ચ સ્થાને બિરાજે છે. વર્તમાન શિક્ષણ પ્રવાહ ને અનુલક્ષી ને STEM એજ્યુકેશન માં NEP (નેશનલ એજ્યુકેશન પોલિસી) નું મહત્વ, યુનેસ્કો તથા UGC ની ગાઈડલાઈન્સ, વર્ષ 1949 માં રાધાક્રિષ્નન કમિશન તથા વર્ષ 1964 માં કોઠારી કમિશન માં વુમન એજ્યુકેશન ને પ્રાધાન્ય વિષે માહિતી આપી હતી.
ઈસરો ના વિજ્ઞાની નાગા મંજૂષા . એ ઈસરો ના ચંદ્રયાન-2 ,ચંદ્રયાન-3 તથા આદિત્ય L-1 વિષે માહિતી આપી હતી. આ ઇન્ટેરનશનલ કોન્ફરન્સમાં અમેરિકા ,રશિયા તથા સિંગાપોર જેવા દેશો માંથી જે તે વિષયના તજજ્ઞો નોલેજ પૂરું પાડશે. સમગ્ર વિશ્વમાંથી 350થી વધુ ડેલિગેટ્સ એ ભાગ લીધો છે તથા 250 થી વધુ રિસર્ચ પેપર્સ પ્રેઝન્ટ થવાના છે
અત્રે ઉલ્લેખનીય છે કે દરેક ટ્રેકમાં બેસ્ટ રિસર્ચ પેપરને એવોર્ડ આપવામાં આવશે તથા તજજ્ઞો દ્વારા પસંદગી પામેલા રિસર્ચ પેપર્સ આંતરરાષ્ટ્રીય સ્તર ની indexing એજન્સી જેવી કે Scopus તથા Web Of Scienceની પ્રતિષ્ઠિત જર્નલ્સમાં પ્રકાશિત કરાશે. ચારુતર વિદ્યામંડળના અધ્યક્ષ એન્જિનિયર ભીખુભાઇ તથા અન્ય હોદ્દેદારોએ અભિનંદન પાઠવ્યા હતા.

Most Popular

To Top