National

મહારાષ્ટ્ર: પુણેમાં સિમ્બાયોસિસ કોલેજ પાસે એકસાથે 10 ગેસ સિલિન્ડર ફાટતા અફરાતફરી મચી

મહારાષ્ટ્ર: મહારાષ્ટ્રના (Maharashtra) પુણે (Pune) શહેરમાંથી એક મોટી ઘટના સામે આવી છે. અહીંના વિમાન નગર વિસ્તારમાં આવેલી સિમ્બાયોસિસ (Symbiosis College) કોલેજ પાસે ઓછામાં ઓછા 10-12 LPG સિલિન્ડરમાં વિસ્ફોટ થયો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, લગભગ 100 એલપીજી (LPG) ગેસ સિલિન્ડરને (Gas Cylinder) સૂચના હેઠળના સ્થળે ગેરકાયદેસર રીતે રાખવામાં આવ્યા હતા. આ 100 એલપીજી સિલિન્ડરોમાંથી 10 સિલિન્ડર આગ બાદ ફાટ્યા હતા. ફાયર બ્રિગેડની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે હાજર છે. આગને કાબુમાં લેવામાં આવી છે. હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના અહેવાલ નથી. પુણે ફાયર વિભાગ દ્વારા આ માહિતી આપવામાં આવી છે.

મળતી માહિતી મુજબ આ ઘટના બપોરે 2:45 થી 3:00 વાગ્યાની વચ્ચે બની હતી. તમામ સિલિન્ડરો ટીન શેડ નીચે ખુલ્લી જગ્યામાં રાખવામાં આવ્યા હતા. આગ પર કાબૂ મેળવવા માટે ત્રણ ફાયર એન્જિન અને પાણીની ટાંકી મોકલવામાં આવી હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. ફાયર કર્મીઓએ સ્થળ પરથી સિલિન્ડર હટાવી લીધા છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.

જો કે ફાયરની ત્રણ ગાડીઓ ઘટનાસ્થળે હાજર હતી. હાલ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. આ દુર્ઘટનામાં હજુ સુધી કોઈ નુકસાન કે જાનહાનિના સમાચાર નથી.

Most Popular

To Top