નવી દિલ્હી: હાલ ભારતીય કુસ્તીના પહેલવાનો સાથે ચાલી રહેલો વિવાદ શમવાનું નામ નથી લઇ રહ્યો. આ વિવાદ ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ વિરુદ્ધ થૌન શોષણના મુદ્દે વિરોધ પ્રદર્શનો સાથે થઇ રહ્યો છે. તેમજ મહિલા પહેલવાન સાક્ષી મલિકે બ્રિજ ભૂષણનો વિરોધ કરતા પહેલવાનીનો ત્યાગ કર્યો હતો. આ સાથે જ બજરંગ પુનિયા અને અન્ય કુસ્તીબાજોએ પણ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો. દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળવા હરિયાણાના કુસ્તીબાજ દીપક પુનિયાના ગામ પહોંચ્યા છે.
ભારતીય રેસલિંગમાં ચાલી રહેલા વિવાદ વચ્ચે રાહુલ ગાંધી કુસ્તીબાજોને મળવા હરિયાણાના છારા ગામ પહોંચ્યા હતા. તેમજ વીરેન્દ્ર અખાડામાં કુસ્તીબાજોને મળ્યા હતા. દરમિયાન કોંગ્રેસના નેતા સાથે બજરંગ પુનિયા પણ અખાડામાં હાજર રહ્યા હતા. છારા ગામ કુસ્તીબાજ દીપક પુનિયાનું ગામ છે. જે હરિયાણાના ઝજ્જર જિલ્લામાં આવેલું છે. દીપક અને બજરંગ પુનિયાએ આ વીરેન્દ્ર અખાડાથી જ તેમની કુસ્તીની શરૂઆત કરી હતી.
વિનેશ ફોગાટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખી એવોર્ડ પરત કર્યા
ફોગાટે આ પત્ર શેર કર્યો હતો જેમાં તણીએ કેપ્શનમાં લખ્યું હતું, ‘હું મારો મેજર ધ્યાનચંદ ખેલ રત્ન અને અર્જુન એવોર્ડ પરત કરી રહી છું. મને આ સ્થિતિમાં મુકવા માટે સર્વશક્તિમાનનો ખૂબ ખૂબ આભાર.’ વિનેશે પત્રમાં મોદીને પૂછ્યું કે, ‘મને 2016નું વર્ષ યાદ છે. જ્યારે સાક્ષી મલિકે ઓલિમ્પિકમાં મેડલ જીત્યો હતો. ત્યારે તમારી સરકારે તેને ‘બેટી બચાવો બેટી પઢાવો’ની બ્રાન્ડ એમ્બેસેડર બનાવી હતી. આજે સાક્ષીએ કુસ્તી છોડવી પડી રહી છે. શું અમે મહિલા ખેલાડીઓ માત્ર સરકારી જાહેરાતોમાં દેખાડવા માટે જ છીયે?’
શું છે સમગ્ર મામલો
ભારતીય કુસ્તી સંઘના પૂર્વ પ્રમુખ બ્રિજ ભૂષણ શરણ સિંહ વિરુદ્ધ મહિલા કુસ્તીબાજો સતત કાર્યવાહીની માંગ કરી રહી છે. બ્રિજ ભૂષણ વિરુદ્ધ યૌન શોષણના આરોપ સાથે કડક કાર્યવાહીની માંગ કરવામાં આવી હતી. ત્યારે કુસ્તી ફેડરેશનના નવા પ્રમુખ તરિકે બ્રિજ ભૂષણના નજીકના સંજય સિંહ બબલુને ચૂંટવામાં આવ્યા હતા. તેમજ સંજ સિંહનો વિરુદ્ધ સાક્ષી મલિકે વિરોધ નોંધાવતા કુસ્તી છોડી દેવાનો નિર્ણય કર્યો હતો. તેમજ બજરંગ પુનિયાએ પીએમના આવાસની સામે તેમનું પદ્મશ્રીનો ત્યાદ કર્યો હતો. પરંતુ સંજય સિંહના સસ્પેન્શન બાદ તેમણે આ પુરસ્કાર સ્વીકારવા મંજુરી આપી હતી. તેમજ ગઇ કાલે વિનેશ ફોગાટે તેમનો અર્જુન એવોર્ડ અને મેજર એવોર્ડનો ત્યાગ કરવાની જાહેરાત કરી હતી. આ સાથે જ તેણીએ ધ્યાનચંદ સ્પોર્ટ્સ પણ એવોર્ડ છોડવાની જાહેરાત કરી.