સુરત: સુરત (Surat) પર્વત પાટિયા (Parvat Patiya) નજીક પતંગ પકડવા દોડેલો કિશોર વીજ થાભલાના કરંટથી દાઝી જતા સ્મીમેર હોસ્પિટલમાં (Smimer Hospital) ખસેડાયો હતો. રાહદારીઓએ જણાવ્યું હતું કે જોરદાર ધડાકો થતા જ કારખાનાના મજૂરો દોડીને બહાર આવી ગયા હતા. કિશોરને જમીન પર તફડતો જોઈ તાત્કાલિક 108 ને ફોન કરી દીધો હતો. જો કે કિશોર અજાણ્યો હતો. 108ના કર્મચારીએ જણાવ્યું હતું કે ઘટના આજે સવારે બની હતી. દાઝી ગયેલા કિશોરને સ્મીમેરમાં લઈ ગયા હતા. હાલત નાજુક હોવાનું જાણવા મળ્યું હતું.
સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, ઉતરાણ (Uttarayan) પહેલા પતંગ પકડવા દોડતા બાળકોના દોરાથી ગળા કપાવવાના, પતંગ પકડવાની લહાયમાં અકસ્માત થવાના તેમજ પતંગને કારણે થતા જુદા જુદા અકસ્માતોના કિસ્સાઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વધારો થાય એ વાતને નકારી શકાય નહીં, આજે સવારે પરવટ ગામમાં એક તરૂણને પતંગ પકડતી વખતે ઈલેક્ટ્રીક કરંટ લાગતા ગંભીર રીતે દાઝી ગયો હોવાનો કિસ્સો સામે આવ્યો છે. જોકે 108ની મદદથી તેને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
હોસ્પિટલ સૂત્રોના જણાવ્યા અનુસાર આ કિશોરને 108 એમ્બ્યુલેન્સની મદદથી સ્વીમેર લાવવામાં આવ્યો હતો. ઘટના પરવટ ગામ ખાતે આવેલા રબારીની ચાલમાં રહેતો 14 વર્ષીય હિતેન્દ્ર જ્ઞાનેશ્વર પાત્ર સાથે બની હતી. હિતેન્દ્ર આજે પરવટ ગામમાં નારાયણ નગર પાસે દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો. 108 એમ્બ્યુલેન્સ દ્વારા સારવાર માટે સ્મીમેર હોસ્પિટલ લવાતા તેની હાલત ગંભીર હોવાની જાણવા મળ્યું હતું.
હિતેન્દ્રને પતંગ પકડવા લ્હાયમાં ઈલેક્ટ્રીક કરંટ લાગયો હોવાનું જાણવા મળ્યું હતું. માતા વૈશાલીબેને જણાવ્યું હતું કે તેમણે સંતાનમાં ત્રણ પુત્રો છે. હિતેન્દ્ મોટો દીકરો છે. પોતે મજુરી કરી પોતાનું અને બંને પુત્રોનું ગુજરાન ચલાવે છે.આજે સવારે તેઓ કામ ઉપર નીકળી ગયા હતા. ત્યારબાદ પુત્ર હિતેન્દ્ર પણ ઘરેથી નીકળી ગયો હતો. ઘટનાની જાણ બાદ હિતેન્દ્ર હોસ્પિટલમાં દાઝી ગયેલી હાલતમાં મળી આવ્યો હતો.હાલ તેની સારવાર રહી છે.
નજરે જોનાર કારીગરો એ જણાવ્યું હતું કે ઘટના સવારે 9 વાગ્યા ની હતી. જોરદર ધડાકા બાદ કારખાનાની વીજળી ડુલ થઈ જતા તમામ કારીગરો બહાર દોડી આવ્યા હતા. ઇલેક્ટ્રિક થાભલા પાસે એક કિશોર જમીન પર બેભાન હાલતમાં તફડતો જોઈ 108 ને કોલ કર્યો હતો. ત્યારબાદ શુ થયું એ વિશે કઈ જ ખબર નથી.