ભરૂચ: થર્ટી ફર્સ્ટ (ThirtyFirst) પહેલાં બુટલેગરો (Bootlegar) બેફામ બની જતા હોય છે. નવા વર્ષની પાર્ટીઓની મહેફિલ માટે દારૂ અને નશીલા પદાર્થના કેરિયર સક્રિય બની જતાં હોય છે. આ તત્ત્વોને બાનમાં લેવા માટે ભરૂચ પોલીસ (Bharuch Police) એલર્ટ (Alert) થઇ છે. એક બોગસ ડોકટર સહીત અલગ અલગ 19 જગ્યાએ કોમ્બિંગ (Combing) કરીને 2087 ગુના નોંધવામાં આવ્યા છે.
- થર્ટી ફર્સ્ટ પહેલા ભરૂચ જિલ્લાની પોલીસ સજ્જ
- 50 અધિકારીઓ તેમજ 235 પોલીસકર્મીઓ ભરૂચ જિલ્લામાં કરેલું કોમ્બિંગ
પોલીસ અધિક્ષક ભરૂચ મયુર ચાવડાની સુચના અને માર્ગદર્શનના આધારે ‘નાતાલ’ તથા “31મી ડીસેમ્બર” દરમિયાન જીલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ માટે પોલીસ વિશેષ પગલાં ભરી રહી છે. ભરૂચ જીલ્લો ઔદ્યોગિક પાટનગર કહેવાતું હોવાથી જિલ્લાના તમામ તાલુકાઓ તેમજ GIDC વિસ્તારો આવેલા છે.
ભૂતકાળમાં આ વિસ્તારોમાં નશીલા પદાર્થના ઉત્પાદન અને દારૂના ગોડાઉન ઝડપાયા હતા. આ વિસ્તારમાં શાંતિ રહે નાયબ પોલીસ અધિક્ષક ભરૂચ, અંકલેશ્વર, જંબુસરના સુપરવિઝન હેઠળ ભરૂચ જીલ્લા પોલીસની અલગ અલગ ટીમો બનાવી ભરૂચ શહેર ‘સી” ડીવીઝન પો.સ્ટે વિસ્તાર, અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે. વિસ્તાર, પાનોલી, ઝઘડીયા જી.આઇ.ડી.સી વિસ્તાર, દહેજ તથા જંબુસર ખાતે કોમ્બિંગ કર્યું હતું હેતુથી કોમ્બિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
અસમાજીક પ્રવૃતિ, વાહન ચેકિંગ, મકાન ભાડુઆત ચેકીંગ વિગેરે બાબતે તપાસ સહિતની કામગીરી કરવામાં આવી હતી.આ કોમ્બિંગમાં ભરૂચ LCB, SOG પેરોલ ફર્લો સ્કોડ, એન્ટી હ્યુમન ટ્રાફીકીંગ યુનીટ ટીમ, બોમ્બ ડીસ્પોઝ ટીમ, ક્વીક રીસ્પોન્સ ટીમ, પોલીસ સ્ટેશનોની ટીમ જોડાઈ હતી.
કોમ્બિંગમાં કુલ 24 PI, 23 PSI તથા 235 જેટલા પોલીસકર્મીઓ કોમ્બિંગમાં જોડાયા હતા. જેમાં બોગસ ડોકટરના 1 કેસ સાથે 19 અલગ અલગ જગ્યાએ કુલ 2087 કેસ કરતા જિલ્લા સહીત અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરી હતી, જેમાં જાહેરનામાનો ભંગ કરી રૂમો-મકાનો ભાડે આપનાર 72 મકાન માલિકો સામે ગુનો દાખલ કરાયો હતો. તો 1-4 વાહનો જપ્ત કરવામાં આવ્યા હતા. પોલીસના કોમ્બિંગમાં 57 પીધેલાઓને પણ લોકઅપમાં ઘાલી દીધા છે. જ્યારે બી રોલના 239 કેસ, સ્થળ દંડ 16,500 ગોડાઉન વેર હાઉસ અને બંધ કંપની ચેકના 293 કેસ નોંધાયા હતા.