National

અરબ સાગર બાદ લાલ સમુદ્રમાં ભારતીય ધ્વજ વાળા જહાજ ઉપર ડ્રોન હુમલો, 24 કલાકમાં બીજો હુમલો

નવી દિલ્હી: ગઇકાલે શનિવારે 23 ડિસેમ્બરે એક શંકાસ્પદ ડ્રોન (Drone) દ્વારા ભારત આવતા જહાજ ઉપર હુમલો (Attack) કરવામાં આવ્યો હતો. આ હુમલામાં ઇઝરાયેલના (Israel) એક વેપારી જહાજને નુકસાન થયું હતું. તેમજ આજે રવિવારે સવારે પણ હુમલો હુતિઓ (Houthi) દ્વારા હુમલો કરવવામાં આવ્યો હતો. આ જહાજ (Ship) ઉપર ભારતનો ધ્વજ હતો.

પ્રાપ્ત વિગતો મુજબ ઈરાન સમર્થિત હુથી બળવાખોરોએ રવિવારે સવારે લાલ સમુદ્રમાં તેલ વહન કરતા જહાજને નિશાન બનાવ્યું હતું. પ્રાથમિક તપાસમાં આ જહાજ પર ભારતનો ધ્વજ હોવાનું સામે આવ્યુ છે. તેમજ આ જહાજ પર ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. હુમલા બાદ આ વિસ્તારમાં અગાઉથી હાજર અમેરિકન યુદ્ધ જહાજને ધમકી ભર્યો સંકેત મોકલવામાં આવ્યો હતો.

સમગ્ર મામલે અમેરિકી સેના દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર ડ્રોનનું નિશાન બનેલ જહાજ ગેબોન ઓઈલ ટેન્કર હતું. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિ થઈ નથી. તેમજ અમેરિકન સૈનિકો ઉપર બે જહાજો દ્વારા હુમલો કરવામાં આવ્યો હોવાના અહેવાલ સામે આવ્યા છે. જેમાંથી એક નોર્વેજીયન ધ્વજવાળું કેમિકલ ટેન્કર એમવી બ્લેમેનેન હતું. હુથીઓનું ડ્રોન આ જહાજનું લક્ષ્ય ચૂકી ગયું હોનું કહી શકાય છે. પરિણામે ભારતીય ધ્વજ ધરાવતા એમવી સાંઈબાબા ડ્રોન હુમલો થયો હતા.

ગુજરાતની હદમાં વ્યાપારી જહાજ ઉપર ડ્રોન હુમલો
પ્રાપ્ત વિગતો મુજબ આ હુમલો શનિવારે 23 ડિસેમ્બરે એક શંકાસ્પદ ડ્રોન દ્વારા કરવામાં આવ્યો હતો. જેના કારણે ઇઝરાયેલના એક વેપારી જહાજને નુકસાન થયું હતું. જોકે આ હુમલામાં કોઈ જાનહાનિના અહેવાલ સામે આવ્યા નથી. પરંતુ હુમલાના કારણે જહાજમાં આગ લાગતા આખુ જહાજ ભડકે બળ્યું હતું.

ભારત આવતા આ જહાજમાં ક્રૂડ ઓઈલ હતું. તેમજ આ જહાજ સાઉદી અરેબિયાથી મેંગલુરુ જઈ રહ્યું હતું. સમગ્ર મામલે ભારતીય સેનાએ જણાવ્યું હતું કે શિપમાં 20 ભારતીય ક્રૂ મેમ્બર હતા. ભારતીય સેનાએ કોસ્ટ ગાર્ડ પેટ્રોલિંગ જહાજ ICGS વિક્રમને ઘટના સ્થળે મોકલ્યું છે.

બ્રિટિશ મિલિટ્રીના મેરીટાઇમ ટ્રેડ ઓપરેશન્સના અહેવાલ મુજબ જહાજ ભારતના વેરાવળથી લગભગ 200 નોટિકલ માઇલ દૂર હતું. એટલે કે સોમનાથથી 378 કિલોમીટર દૂર હતું. હાલમાં આ હુમલાની જવાબદારી કોઈએ લીધી નથી. તેમજ લાઈબેરિયાના ધ્વજ સાથેનું આ જહાજ ઈઝરાયલ હોવાનું સામે આવ્યું છે. તેમજ આ જહાજનો છેલ્લે સાઉદી અરેબિયા દ્વારા સંપર્ક કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ આ હુમલો થયો હતો. ત્યારે અહીં નોંધનીય છે કે ગયા મહિને પણ હિંદ મહાસાગરમાં ઈઝરાયેલના જહાજ પર ડ્રોન હુમલો થયો હતો.

Most Popular

To Top