Charchapatra

નવસારીમાં શૌચાલયની જરૂર

નવસારી શહેરની વસતિ દિનપ્રતિદિન વધી રહી છે. શહેરના મધ્ય ભાગમાં શહેરની ધરોહર સમાન લક્ષ્મણ હોલ છે. એની બાજુમાં એક પેશાબઘર છે. એક દિવસ મારે એની અંદર જવાનું થયું. અંદર અસહ્ય ગંદકી જોવા મળી. દુર્ગંધ પણ પુષ્કળ પ્રમાણમાં, પાણીની સુવિધા પણ નહીં. સિનિયર સીટીઝને જવું હોય તો એ કેવી રીતે જઇ શકે ? પગથિયાં ચઢીને થોડે ઊંચી તરફ જવાનું છે. નવસારીમાં ઘણી જગ્યાએ પેશાબઘરની જરૂર છે. છાપરા રોડ પર પણ પેશાબ ઘરની જરૂર છે. અહીંયા પણ માણસોની અવરજવર વધુ રહે છે. આ ઉપરાંત લુણસીકૂઇથી ઇટાળવા તરફ પણ પેશાબઘરની જરૂર ખરી. આ સ્વાસ્થ્યને લગતી બાબત છે. આ બાબતે ખાસ ગંભીરતાપૂર્વક વિચારવું જોઇએ. નવસારી નગરપાલિકા ઘરવેરા સાથે પાણી વેરો, સફાઇ વેરો, ગટર વેરો વગેરે ઘર માલિકો પાસે લે છે. ફરજ કોની ? સફાઇ કામદારને નોકરીએ રાખવા જોઇએ. એ લોકોને રોજી રોટી પણ મળશે. આથી વધુ સફાઇ કામદારની નિમણૂક કરવી જોઇએ. નવસારી નગરપાલિકા આ અંગે ઘટતું કરે એ માટે વિનંતી છે.
નવસારી – મહેશ નાયક– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

કલમ 370 અને 371નું સત્ય જાણો
તાજેતરમાં જમ્મુ-કાશ્મીરમાંથી ભાજપ સરકારે રદ કરેલી કલમ 370 બાબત સુપ્રિમકોર્ટે મંજુરીની મહોર મારી છે. આ આવકાર્ય બાબત છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી કાશ્મીરની અંધાધૂંધી બાબત 40 વર્ષથી નહેરૂજીને અને ગાંધી પરીવારને બદનામ કરતા હતા એ બાબત બોગસ છે. દેશના ભાગલા સમયે કશ્મીરના ડોગરા રાજા હરીસિંહ પોતાનું સ્વતંત્ર સ્ટેટ ઇચ્છતા હતા ભારત સાથે જોડાવું ન હતું પરંતુ પાકિસ્તાન લશ્કરે કબાઇલી ઓના વેશમાં કશ્મીરમાં ઘુસણખોરી કરી ત્યારે હારી થાકીને ભારત સાથે જોડાવાની વાત માન્ય રાખી આ દસ્તાવેજ બનાવવાની બેઠકમાં રાજા હરીસિંહ જનસંદાના નેતા શ્યામા પ્રસાદ મુખરજી અને ગૃહમંત્રી સરદાર પટેલ હાજર હતા.

આ દસ્તાવેજ મંજુર સરદાર પટેલે કરેલો, નહીં કે નહેરૂએ નહેરૂતો એ સમયે અમેરિકામાં હતા. જનસંઘ અને ભાજપે કલમ 370નું આખુ ઠીંકરૂ નહેરૂના માથે ચડાવી દુષ્પ્રચાર કરી બદનામ કર્યાં. જેમ કશ્મીરમા કલમ 370 હતી તેમ દેશના પૂર્વ ભાગમાં 7 રાજ્યો નાગાલેંડ-મીઝોરમ-મણિપુર-આસામ-સિક્કીમ-અરૂણાંચલ અને મેઘાલયમાં કલમ-371 A/F લાગે છે જેથી જે તે પ્રદેશ બહારની કોઇ પણ વ્યકિત ત્યાં જમીન કે મિલ્કત ખરીદી શકતી નથી હિમાચલ પ્રદેશમાયે એવોજ કાયદો અમલમાં છે. કશ્મીર એક મુસ્લિમ બહુલ રાજ્ય હોવાથી હિંદુઓને ભડકાવવા કલમ-370 નો મુદ્દો રાજકીય પક્ષો એ ચગાવ્યો હતો. પ્રજાની અજ્ઞાનતાનો રાજકીય ફાયદો ઉઠાવવાનો ધંધો કરાયો છે.
સુરત     – જીતેન્દ્ર પાનવાલા – આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે.

Most Popular

To Top