સુરત: આઝાદી પહેલા ગાંધીજી (Gandhiji) દ્વારા કરાયેલ દાંડીકૂચ (Dandi March) ભારતના ઇતિહાનો મહત્વનો (Important) હિસ્સો છે. તેમજ આ યાત્રા દરમિયાન ગાંધીજીએ ગુજરાતના (Gujarat) અમદાવાથી લઇ નવસારીનાં દાંડી (Dandi) સુધી ઘણી જગ્યાએ રાત્રી રોકાણ કર્યું હતુ. ત્યારે ગાંધીજી શહેરના ઓલપાડ તાલુકાના દેલાડ (Delad) અને ઉમરાછી (Umarachi) ગામોમાં પણ રોકાયા હતાં. હાલ મહાત્મા ગાંધીજીની યાદ તાજી કરાવતા આ બંન્ને માર્ગો અને મકાન બદતર હાલતમાં હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે કોંગ્રેસ (Congress) નેતા દર્શન નાયકે કહ્યું….
જ્યારે અંગ્રેજોએ મીઠા ઉપર કરની માંગણી કરી હતી. ત્યારે આ કરને નાબૂદ કરવા માટે ગાંધીજીએ નવસારીના દાંડીમાં સ્થિત દરિયાકિનારા તરફ કૂચ કરી હતી. જે 12 માર્ચ 1930થી શરૂ થઇ હતી અને 5 એપ્રિલ 1930ના દિવસે પૂર્ણ થઇ હતી. દાંડી કૂચ દરમ્યાન ગાંધીજીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી નીકળી માર્ગમાં અનેક જગ્યાએ રાત્રી રોકાણ કર્યું હતું. તેમજ તેમણે જે માર્ગે યાત્રા કરી હતી તે માર્ગને દાંડી માર્ગ તરીકે ઓળખાય છે.
આ માર્ગમાં આવતા સુરત શહેરના ઓલપાડ વિસ્તારના દેલાડ અને ઉમરાછી ગામોની ગાંધીજીની સ્મૃતિ સમાન હોનારતો બદતર હાલતમાં છે. તેમજ આ હોનારતોની આવી સ્થિતિ પાછળ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના મહામંત્રી દર્શન કુમાર એ. નાયકે સત્તામાં રહેલ ચૂંટાયેલા લોક પ્રતિનિધિઓને જવાબદાર ગણાવ્યા છે.
દર્શન નાયકે જણાવ્યું હતું કે સુરત જિલ્લાના ઓલપાડ તાલુકામાં ગાંધીજી દ્વારા રોકાણ કરી દેલાડ અને ઉમરાછી જેવા ગામે સભાઓ કરવામા આવી હતી. પરંતુ મહાત્મા ગાંધીજીની દાંડી કૂચ સમયના ઐતિહાસિક સ્થળોની હાલત બદતર થઈ ગઈ છે. તેમજ આ હોનારતોની આવી પરિસ્થિતિ થવા પાછળ વહીવટી તંત્રની ઘોર બેદરકારી જવાબદાર છે. વહીવટી તંત્રની બેદરકારીના કારણે આ જગ્યાઓ ઉપર ઝાડી ઝાંખરા ઉગી નીકળેલ છે. તથા સ્વચ્છતા જાળવવા માટે કોઈ પણ ગંભીરતા દાખવવામાં આવી રહી નથી. સમગ્ર દેશમાં સ્વચ્છતા જાળવવા માટે જાગૃત કરવાનું બીડું ઉઠાવનાર મહાત્મા ગાંધીજીના ઐતિહાસિક સ્થાનોની આવી હાલત હોવી ખૂબ જ નિંદનીય છે.
વધુમાં તેમણે ઉમેર્યું હતું કે માત્ર ઐતિહાસિક સ્થળો જ નહીં. પરંતુ દાંડીકૂચ જે-જે માર્ગો પરથી પસાર થઈ હતી, તે માર્ગોની હાલત પણ બિસ્માર છે. સમયાંતરે માર્ગોનું સમારકામ થવું જોઈએ. તેની જગ્યાએ દાંડીના માર્ગોની હાલત ખરાબ છે. વહીવટી તંત્રએ આ બાબતે ગંભીરતા દાખવીને ઐતિહાસિક ધરોહર સમાન દાંડી માર્ગની સુરક્ષા જાળવવી જોઇયે. તેમજ ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પણ આ બાબતે અંગત રસ દાખવી ઐતિહાસિક ધરોહરની જાળવણી થાય એ માટે સજાગ રહેવું જોઈએ.