ભારત વિશ્વની પાંચ મોટી અર્થવ્યવસ્થામાં સામેલ થયું છે. ભારતની રાષ્ટ્રીય આવક પાંચ ટ્રીલીયન ડોલર વાર્ષિક થવા તરફ ગતિ કરી રહ્યું છે. આ બધા સમાચાર વચ્ચે એક સમાચાર એ પણ છે કે રૂપિયો ગગડી રહ્યો છે. વિદેશીઓ દ્વારા રૂપિયાની માંગ થાય તે કરતાં વધુ ભારતીઓ દ્વારા વિદેશી હૂંડિયામણની માંગ થઇ રહી છે. શિયાળો આવે એટલે સેમ્બર,જાન્યુઆરીમાં વિદેશમાં વસતાં ભારતીઓ ભારત આવે છે.
સાથે સાથે સપ્ટેમ્બરથી ડિસેમ્બરના ગાળામાં વિદેશમાં ભણવા જતાં વિદ્યાર્થીઓનાં ધાડે ધાડાં ભારતના એરપોર્ટ પર જોવા મળી રહ્યાં છે. ભારત વિદેશમાંથી ક્રુડ ઓઈલ મંગાવે છે.ઈલેક્ટ્રોનિક સાધનો મંગાવાય છે . શસ્ત્રો ખરીદવામાં આવે છે અને આ તમામની ખરીદી માટે મોટા પાયે ડોલરની માંગ થાય છે. ડોલરની માંગ થવાથી રૂપિયો ગગડે છે. હવે આ ડોલરની માંગ માટે એક નવું પરિબળ ઉમેરાયું છે. ભારતના વધુ ને વધુ લોકો વિદેશ જઈ રહ્યાં છે. ખાસ તો યુવાનો શિક્ષણના નામે વિદેશ જઈ રહ્યાં છે અને આ માટે લાખો રૂપિયા ખર્ચી રહ્યા છે. ડોલરની માંગ કરી રહ્યા છે.
યુવાનો શિક્ષણના નામે વિદેશ જાય છે અને સાથે નોકરી કરી કમાણી કરવાનો ઉદ્દેશ રાખે છે. આપણે આ નોકરીની વાત બાજુમાં રાખીએ તો પણ શિક્ષણ માટે વિદેશ જવાનું કારણ વિચારવા જેવું છે. એક તરફ આપણે જાતે જ વિશ્વગુરુપદ લઇ લીધું છે. બીજી તરફ આપણી યુવા પેઢી આધુનિક તમામ વિદ્યાશાખામાં વિશેષ અભ્યાસ માટે પરદેશ જઈ રહી છે ત્યારે આજે એ વિચારવું છે કે દુનિયામાં શિક્ષણનું જે નવું બજાર ઊભું થયું છે તેમાં ભારત ક્યાં છે? જે રીતે ભારતનાં યુવાનો અભ્યાસ માટે વિદેશ જાય છે તે રીતે વિદેશી યુવાનો ભારતમાં શિક્ષણ માટે આવે છે? એવી કઈ વિદ્યાશાખા છે, જેમાં ભારતમાં જ ભણવું જોઈએ તેવું દુનિયા માને છે? આજે ભારતનાં યુવાનો એન્જિયરિંગ માટે જર્મની જવું પસંદ કરે છે. મૈક્રોબાયોલોજી માટે ફ્રાંસ જ જવાય, ઈંગ્લીશ ઇકોનોમિકસ માટે બ્રિટન અને એનીમેશન માટે ન્યુઝીલેન્ડ પ્રથમ પસંદગી છે. મ્યુઝીક સ્કુલથી માંડીને એક્ટિંગ કે એડીટીંગ માટે જુદા જુદા દેશનાં નામ સુખ્યાત છે. ભારત આ રીતે કઈ બાબતમાં વિશેષતા ધરાવે છે?
ભારતમાં શિક્ષણમાં પણ ખાનગીકરણ અને ઉદારીકરણનો દોર શરૂ થયો ત્યારે ઘણા ઉત્સાહી જીવ કહેતા હતા કે ખાનગીકરણ બાદ શિક્ષણ સંસ્થાઓમાં હરીફાઈ વધશે, શિક્ષણ સંસ્થાઓ વિશિષ્ટીકરણ અપનાવશે અને શિક્ષણની ગુણવત્તા સુધારશે. વિદ્યાર્થીઓ પણ ફી ચૂકવશે એટલે વળતર માંગશે. અત્યારે આમાંનું કશું જ જોવા મળતું નથી. ઉલટાનું ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં ફી ભરો, ડીગ્રી મેળવોની નીતિથી જે સંસ્થાઓ સારી ચાલતી હતી તેને પણ નુકસાન થયું છે. હવે નવી શિક્ષણ નીતિમાં વિદેશી યુનિવર્સિટીઓ ભારતમાં તેમનાં થાણાં ખોલવાની છે. આવા સમયે આન્તરરાષ્ટ્રીય સ્તરે જ નહીં, રાષ્ટ્રીય સ્તરે પણ ભારતની શિક્ષણ સંસ્થાઓને સ્પર્ધા મળશે.
આજે ભારતમાં એવી કઈ યુનિવર્સિટી છે, જ્યાં અમેરિકા, ઇંગ્લેન્ડ, જર્મનીના યુવાનોને ભણવાની તાલાવેલી હોય? એવા ક્યા કોર્સ એવી કઈ બાબત જે શીખવું હોય તો ભારત જ આવવું પડે? આ પ્રશ્ન અગત્યનો છે કારણ કે આનો હાલ કોઈ જવાબ નથી. એવું નથી કે ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓ નથી. છે પણ ગણ્યાગાંઠ્યા અને તે પણ ભારત કરતાં નાના દેશોમાંથી ગરીબ દેશોમાંથી. ભારતમાં વિદેશી વિદ્યાર્થીઓમાં આફ્રિકા, ઇન્ડોનેશિયા જેવા દેશના વિદ્યાર્થીઓ વધારે હોય છે તે પણ ડીઝાઈનીંગ જર્નાલિઝ્મ જેવા વ્યાવસાયિક અભ્યાસક્રમો માં. ભારતે આ વાત સમજવા જેવી છે.
આંતર રાષ્ટ્રીય બજાર માટે વસ્તુઓનું નથી હોતું. માટે શસ્ત્રો,ક્રુડ ઓઈલ ,મોબાઈલમાં જ ઈજારો કે પ્રતિષ્ઠા નથી હોતી. ઉત્તમ ગુણવત્તાના શિક્ષણની પણ જગતમાં વાહવાહ થાય છે. યોગ્ય કેળવણીનું પણ આન્તરરાષ્ટ્રીય બજાર હોય છે. પણ ભારતના શિક્ષણ સંસ્થાના સંચાલકો ભારતની અતિ વસ્તીનો લાભ લઇ દેશમાંથી જ પૂરતું કમાઈ લે છે એટલે ગુણવત્તા દ્વારા આંતર રાષ્ટ્રીય વિદ્યાર્થી આકર્ષવા મહેનત કોણ કરે? આપણે ભલે વિદેશી વિદ્યાર્થીઓ ના આકર્ષીએ પણ ભારતનાં યુવાનો ભારતમાં ભણે તેવું વાતાવરણ તો સર્જી જ શકીએ. સારું ભણવું હોય તો વિદેશ જવું પડે તે વાત તો નાબૂદ કરી શકીએ.
વિશ્વગુરુ બનીએ કે ના બનીએ, આપણે આપણા ગુરુ તો બનીએ.
– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.