સુરત: સુરત (Surat) શરીરના કરોડરજ્જુમાં આવેલી નસ દબાઈ જવાથી દિવ્યાંગતાનો ભોગ બનેલા ભરૂચના (Bharuch) એક કિશોરની સુરત સિવિલ હોસ્પિટલમાં (New Civil Hospital) સફળ સર્જરી (Surgery) કરી 8 મહિના બાદ ફરી દોડતો કરવામાં ઓર્થો વિભાગના ડૉક્ટરો સફળ થયા છે. ગુજરાતની (Gujarat) અનેક હોસ્પિટલોમાં આ કેસનું પરિણામ નહિ આવે એવું કહી કિશોરને સુરત સિવિલ હોસ્પિટલ રીફર કરાયો હતો. આ કેસ એક પડકારરૂપ જ હતો.
કરોડરજ્જુમાં નસ દબાઈ જવાથી પગ કામ કરતા બંધ થઈ જાય એવી સર્જરી સુરત સિવિલ હોસ્પિટલની પહેલી હોય એમ કહી શકાય છે. પરિવારે કહ્યું હતું કે, અમને તો ભગવાન સમાન ડોકટર મળ્યા, 13 વર્ષના દીકરાને દિવ્યાંગતા સાથે જીવનના આગળના પગથિયાં ચઢવાની શીખ આપવી એ પણ અઘરી લાગતી હતી. એક નો એક દીકરો છે, બધું વેચી ને પણ એને દોડતો કરવાની ઈચ્છા રાખી હતી. અહીંયા તો એક પણ રૂપિયો ખર્ચ કર્યા વગર દિકરો ચાલતો જ નહીં પણ દોડતો થઈ ગયો એ એક ચમત્કાર જ છે.
નટવરભાઈ વસાવા (પીડિત દીકરાના પિતા) એ કહ્યું હતું કે તેઓ ભરૂચ જગડીયા અંધાર કાચલ ગામના રહેવાસી છે. કૃષ્ણાની ઉમર માત્ર 13 છે. એક નો એક દીકરો છે. એક દિકરી છે. મજૂરી કામ કરી જીવી રહ્યા હતા. ધોરણ-7 ની પરીક્ષા દરમિયાન દીકરા કૃષ્ણા ને શ્વાસ ચઢતો જોઈ ડરી ગયા હતા. 6 મહિના પહેલા ધીરે ધીરે ચાલવાનું બંધ થઈ જતા ચિતા વધી ગઈ હતી. દીકરાની બીમારી એટલી વધી ગઈ હતી કે અભ્યાસ પણ છૂટી ગયો હતો. ઉપાડી ને શોચાલય લઈ જવાની નોબત આવી ગઈ હતી. સ્થાનિક તપાસ કરાવતા સ્પાઇન સમસ્યા (મણકા દબાતા હોવાનું) સામે આવ્યું હતું.
વધુમાં જણાવ્યું હતું કે સ્થાનિક ડોક્ટરોએ કહી દીધું હતું કે આવા ઓપરેશન લગભગ સફળ થતા નથી તમે અમદાવાદ લઈ જાઉં, અનેક હોસ્પિટલોમાં સારવાર માટે ફર્યા, આ બીમારીનો કોઈ વિકલ્પ મળ્યો ન હતો, આખરે અમદાવાદના એક ડોક્ટરે સુરત સિવિલ હોસ્પિટલના ઓર્થો સર્જન ડો. હરિ મેનન સાહેબનો રેફરન્સ આપ્યો ત્યારે થોડી આશા જીવતી થઈ હતી. આખરે 29-7-2023 ના રોજ દીકરાને લઈ સુરત સિવિલ આવ્યા હતા. ઓર્થોપેડિક ડો. હરિ મેનનને ચેક કર્યા બાદ ઓપરેશન કરવું પડશે એમ કહ્યું હતું. જોકે ઓપરેશન 10 ટકા જ સફળ હોવાની સલાહ પણ આપી હતી.
વધુમાં જણાવ્યું હતું કે, ડો હરિ મેનન સાહેબનો વિશ્વાસ જોઈ અમે ઓપરેશન માટે સંમતિ આપતા 8 મહિના બાદ 3-9-2023 ના રોજ ઓપરેશન કરાયું હતું. 7 કલાક સુધી ઓપરેશન ચાલય બાદ ડોક્ટરોએ ઓપરેશન સફળ થયું છે બસ હવે ભગવાન અને તમારી મહેનત જ દીકરા ને ચાલતો અને દોડતો કરી શકે એમ કહ્યું હતું. થોડા દિવસો બાદ એટલે કે 5-10-2023 ના રોજ રજા આપી દેવાઈ હતી. બસ ઘરે ગયા બાદ દીકરાનો આત્મ વિશ્વાસ અને ડોક્ટરોની સલાહ મુજબ ચાલતા લગભગ 8 મહિના બાદ ફરી દિકરો ચાલવા-દોડવા લાગ્યો એ જોઈ ખુશીના આશુ નીકળે છે.
ડો. હરિ મેનન (ઓર્થો સર્જન) એ કહ્યું હતું કે કિશોરના શરીર ના કરોડરજ્જુ માંથી પસાર થતી નસ દબાઈ જવાને કારણે પગ કામ કરતા બંધ થઈ ગયા હતા. આવું લાંબા સમય રહે તો ઓપરેશન બાદ પરિણામ સારું આવવું અઘરું કહી શકાય છે. કેસ ને 8 મહિના જ થયા હતા. બસ ઓપરેશન ની નિર્ણય કરી મણકા ના C આકાર ને ઓછું કરી કરોડરજ્જુમાં દબાતી નસ ને ખુલ્લી કરી હતી. આટલું કરવામાં 7 કલાક થઈ ગયા હતા. સામાન્ય રીતે આવા ઓપરેશન પાછળ ખાનગી હોસ્પિટલમાં 3 લાખથી વધુ ખર્ચ થતો હોય છે પણ આપણી સિવિલ હોસ્પિટલમાં ઓપરેશન ફ્રી થયું છે. બીજું ખાસ આ ઓપરેશનમાં મારી આખી ટીમ ડો. વિજય ચૌધરી, ડો.સુભદીપ, ડો. મોનિલ જાદવ, ડો. આકાશ પરમાર ડો. હર્ષા પટેલનો ખુબ ખુબ આભાર તેમજ RMO ડો. કેતન નાયક અને સિવિલ સુપરિટેન્ડન્ટ ડો. ગણેશ ગોવેકરના સહયોગ વગર આટલા જટિલ ઓપરેશન શક્ય નથી, જેથી એમનો પણ ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. ઘણા જટિલ ઓપરેશન કર્યા પણ આ એક ઓપરેશન એવું હતું કે જેમાં માસુમ બાળક સાથે લાગણી પણ જોડાય હતી એટલે એને ફરી ચાલતો-દોડતો કરવાનો પડકાર હતો જે હવે સફળ થયો હોય એમ કહી શકાય છે.
મનીષ પટેલ (ફુવા) એ જણાવ્યું હતું કે સિવિલના ઓર્થો સર્જન ડો. હરિ મેનન સાહેબે એક ગરીબ પરિવારના દિકરાને નવજીવન આપ્યું છે. કિશોર અવસ્થામાં જ દિવ્યાંગતા આવી જાય તો એની આગળની જિંદગી કેવી હશે એની કલ્પના કરી ને પણ ધ્રુજારી આવી જાય છે. ભગવાન આવા દિવસ કોઈને નહી બતાવે બસ એવી પ્રાર્થના કરીશું, જ્યાં સુધી ભગવાન સમાન આવા એટલે કે હરિ મેનન સાહેબ જેવા ડોક્ટરો હયાત છે ત્યાં સુધી કોઈ પણ ગરીબ ઘરનું બાળક સ્પાઇન સમસ્યા બાદ દિવ્યાંગ નહિ બને એનું આ ઉત્તમ ઉદાહરણ છે.
કૃષ્ણા (પીડિત બાળક) એ કહ્યું હતું કે અધૂરા અભ્યાસ ને પૂરો કરી એજ્યુકેટેડ બનીશ, ભગવાનને પ્રાર્થના કરીશ કે આવા ડોકટર સાહેબ બનાવે, મારું જીવન દિવ્યાંગતા તરફ ચાલી ગયું હતું, એમને નવુજીવન આપી મને દોડતો કર્યો છે. હું આ દિવસને હૃદયમાં માં રાખીશ, મારો નવો જન્મ થયો છે. મારા મમ્મી-પપ્પાનો એકનો એક દીકરો છું એક ની એક બહેન નો ભાઈ છું, મારા માથા ઉપર આખા પરિવારની જવાબદારી અને એમના સ્વપ્ન પુરી કરવાની જવાબદારી છે. પાછલા 8 મહિના કેમ કેમ વિતાવ્યા એનો ખ્યાલ મનમાં રહેશે, લાખો ખર્ચી ને પણ ઓપરેશન સફળ થાય એની કોઈ ગેરેન્ટી નહિ એવું કહેતા ડોક્ટરોએ પરિવારને માનસિક તણાવમાં નાખી દીધું હતું. સિવિલના ડોક્ટરોએ ખાલી મને જ નહીં મારા પરિવાર ને નવુજીવન આપ્યું છે. આભાર વ્યક્ત નહિ કરીએ, એમના લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરી મારા જેવા તમામ બાળકો ને દોડતા કરે એવી પ્રાર્થના કરીશું.