સુરત: સુરત (Surat) કામરેજના (kamrej) ખોલવડ ગામે મહિલાની છેડતી કરી જાહેરમાં કપડા ફાડી નખાયા હોવાની દુઃખદ ઘટના સામે આવી છે. એટલું જ નહીં પણ 3 બાઇક 8-10 યુવાનોને ઠપકો આપનાર મહિલાના પતિને પણ જાહેરમાં માથું ફોડી નખાતા ચર્ચાનો વિષય બન્યો છે. ઇજાગ્રસ્ત ત્રણેય ને સારવાર માટે સિવિલ લવાતા પીડિત પરિવારે કહ્યું હતું કે હુમલાખોર ભરવાડ સમાજના યુવાનો હતા. ચાલુ બાઈકે સિટી મારી છેડતી કરતા પતિએ ઠપકો આપ્યો હતો. સિવિલમાં (Civil Hospital) સારવાર લઈ પોલીસ ફરિયાદ કરી ન્યાય ની માગણી કરીશું.
ઇબ્રાહિમ ચોટીયા (ઇજાગ્રસ્તના ભાઈ) એ જણાવ્યું હતું કે ભાઈ બિલાલ કાસીમ ચોટીયા અને ભાભી ફઝિયા આજે કામરેજ ખરીદી કરી પરત ખોલવડ ફરી રહ્યા હતા. ત્યારે રસ્તામાં 3 બાઇક સવાર યુવાનોએ સિટી મારી ભાભી ની છેડતી કરતા ભાઈએ ઠપકો આપી આગળ જા એમ કહેતા બાઇક સવાર 10 જેટલા યુવનો ઉશ્કેરાઈ ગયા હતા. એટલું જ નહી થોડે દુર બાઇક આતરી ઝગડા પર ઉતરી પડ્યા હતા. પત્ની અને માતા રુકૈયા (ઉ.વ.50) બચાવવા આવતા એમને પણ જાહેરમાં અપમાનિત કરી કપડા ફાડી નખાયા હતા. એટલું જ નહીં પણ ભાઈ પર લોખડના સળિયા અને કુહાડી લઈ તૂટી પડતા માથું ફોડી નાખી ભાગી ગયા હતા.
વધુમાં જણાવ્યું હતું કે હુમલા બાદ ઇજાગ્રસ્ત ત્રણેય ને 108ની મદદથી તાત્કાલિક સારવાર માટે સિવિલ લવાયા હતા. જ્યાં ફઝિયા એ જણાવ્યું હતું કે કોઈ વાંક ન હતો. બસ બાઇક ઉપર સિસોટી મારી વારંવાર આગળ પાછળ કરી હેરાન કરતા પતિ એ ઠપકો આપ્યો હતો. બસ આટલી વાત માં રસ્તામાં આતરી હુમલો કરી દીધો હતો. હુમલાખોર તમામ ભરવાડ સમાજના યુવાનો હતા. સિવિલમાં સારવાર લીધા બાદ કાયદેસરની ફરિયાદ આપી ન્યાયની માગણી કરીશું, પતિ બિલાલને માથામાં ગંભીર ઇજા થઇ છે. ટાકા લેવાની ફરજ પડી છે. પોલીસ અમને ન્યાય અપાવે એવી આશા રાખીએ છીએ.