National

જમ્મુ-કાશ્મીર: રાજૌરીમાં હથિયારબંધ ફોરેસ્ટ ગાર્ડ્સ આતંકીઓના ખાત્મો કરવા તૈયાર

નવી દિલ્હી: જમ્મુ અને કાશ્મીરના જંગલોમાં (Forest) દાણચોરી અને આતંકવાદની (Terrorism) ઘટનાઓ સતત વધી રહી છે. તેમજ થોડા સમય પહેલાં જ રાજૌરીમાં (Rajouri) 14 કલાકમાં જ 2 આતંકી હુમલાઓ કરવામાં આવ્યા હતાં. જેમા કુલ 6 લોકોએ જીવ ગુમાવ્યા હતાં. ત્યારે સરકારે જમ્મુ-કાશ્મીરના ફોરેસ્ટ પ્રોડક્શન ફોર્સ (FPF)ને આત્મરક્ષા માટે હથિયારોથી સજ્જ કરી દીધા છે. હવે વનરક્ષકો પણ જંગલોની રક્ષા સાથે આતંકવાદીઓનો નાશ કરી શકશે.

આસિસ્ટન્ટ ડાયરેક્ટર મસૂદ અહેમદે કહ્યું કે રાજૌરીમાં છેલ્લા કેટલાક સમયથી આતંકી ઘટનાઓ વધી છે. જેના કારણે જંગલોની સુરક્ષાને અસર થઈ રહી હતી. હવે સરકારે ફોરેસ્ટ પ્રોટેક્શન ફોર્સના કર્મચારીઓને હથિયારો સોંપ્યા છે. પહેલા ફોર્સ પાસે હથિયાર નહોતા. માટે આતંકવાદી હુમલાઓ સામે રક્ષણ મેળવવામાં તેઓને મુશ્કેઓનો સામનો કરવો પડતો હતો. હવે તેઓને હથિયારો અપાતા તેઓ નિડરતાથી જંગલોમાં પેટ્રોલિંગ કરી રહ્યા છે. આ સાથે તેઓ જંગલોનું યોગ્ય રીતે રક્ષણ પણ કરી રહ્યા છે.

વધુમાં મસૂદે જણઅવ્યું હતું કે હવે સશસ્ત્ર કર્મચારીઓ જો પેટ્રોલિંગ દરમિયાન કોઈ શંકાસ્પદ વ્યાક્તિ કે વસ્તુ જોશે તો તેઓ હિંમતભેર તેનો સામનો કરી શકશે. આ સાથે જ FPF પાસે જંગલ વિસ્તારોનું વધુ જ્ઞાન છે. જેના કારણે તેઓ આર્મીના જવાનોને આતંકવાદીઓના નાશ માટે મદદરૂપ બનશે.

ત્યારે FPF જવાનોએ પણ જુસ્સાભેર કહ્યું હતું કે જો કોઈ પણ પ્રકારની રાષ્ટ્ર વિરોધી પ્રવૃત્તિ હશે તો અમે તેનો પણ સામનો કરવા માટે તૈયાર છીયે. સાથે જ અમે સૈનિકો વન્યજીવ વિભાગ, વન વિભાગ, ભૂમિ સંરક્ષણ અને સામાજિક વનીકરણ વિભાગને પણ મદદ કરી રહ્યા છીએ.

અગાઉ રાજોરીમાં 14 કલાકમાં 2 હુમલા થયા હતા
અગાઉ જમ્મુ કાશ્મીરના રાજોરીમાં 14 કલાકમાં બે મોટા આતંકી હુમલા થયા હતા. જેમાં કુલ 6 લોકો માર્યા ગયા હતા. મૃતકોમાં બાળકોનો પણ સમાવેશ થાય છે. અહીં એક વિસ્તારમાં આઇઇડી વિસ્ફોટ થયો હતો. જેમાં બે બાળકો માર્યા ગયા હતા. જ્યારે બીજા બનાવમાં હિન્દુઓના ત્રણ મકાનો પર ગોળીબાર કરાયો હતો જેમાં ચાર લોકો માર્યા ગયા હતા.

આ બન્ને હુમલામાં અનેક લોકો ઘવાયા હતા. આ હુમલા બાદ સમગ્ર રાજોરીમાં મોટા પ્રમાણમાં ધરણા પ્રદર્શન કરવામાં આવ્યા હતા. તેમજ આતંકીઓ ખુલ્લેઆમ હુમલા કરી રહ્યા હોવાથી હિન્દુઓમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ત્યાર બાદ હુમલાખોરોની સામે પગલા લેવાની માંગણી સાથે મોટા પ્રમાણમાં ધરણા પ્રદર્શન યોજવામાં આવ્યા હતા.

Most Popular

To Top