National

કેશ ફોર ક્વેરી કેસમાં લોકસભાની સદસ્યતા રદ્દ થવા પર સુપ્રીમ કોર્ટ પહોંચી મહુઆ મોઇત્રા, અરજી દાખલ કરી

નવી દિલ્હી: કેશ ફોર ક્વેરી (Cash for Query) કેસમાં ટીએમસી (TMC) સાંસદ મહુઆ મોઇત્રાની (Mahua Moitra) સદસ્યતા રદ્દ કરવામાં આવી છે. જેના વિરોધમાં સોમવારે મહુઆ મોઇત્રા સુપ્રીમ કોર્ટ (Supreme Court) પહુંચી છે. આ કેસમાં તેમના વિરૂદ્ધ થયેલી કાર્યવાહી સામે મહુઆ મોઇત્રાએ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી છે. જો કે આ કેસમાં શુક્રવારે લોકસભામાં ટીએમસી સાંસદની સદસ્યતા નાબૂદ કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ બાદ કોર્ટ દ્વારા કોઇ સત્તાવાર માહિતી આવી નથી, પરંતુ મહુઆ મોઇત્રા વિરુદ્ધ લેવાયેલા આ નિર્ણય અંગે તે ન્યયાની માંગણી કરી રહી છે.

નોંધનીય છે કે મહુઆ મોઇત્રા પર સંસદમાં પૈસા લેવા અને પ્રશ્નો પૂછવાનો આરોપ છે. આની તપાસ કરી રહેલી સંસદની એથિક્સ કમિટીએ લોકસભામાં મહુઆના સાંસદને નાબૂદ કરવાની ભલામણ કરી હતી. બાદમાં રિપોર્ટના આધારે લોકસભા સ્પીકર ઓમ બિરલાએ મહુઆને હાંકી કાઢ્યા હતા.

જો કે આ મામલે રિપોર્ટની રજૂઆત પછી શુક્રવારે (8 ડિસેમ્બર) મહુઆ વિરુદ્ધ હકાલપટ્ટીની દરખાસ્ત લાવવામાં આવી હતી. લોકસભામાં અહેવાલ પર ચર્ચા કર્યા પછી, ગૃહે સમિતિની ભલામણની તરફેણમાં મતદાન કર્યું, જેના કારણે મોઇત્રાનું સંસદ સભ્યપદ સમાપ્ત થયું. જો કે વિવિધ વિરોધ પક્ષોના સભ્યોએ આ નિર્ણય સામે વિરોધ વ્યક્ત કર્યો હતો.

શું છે સમગ્ર મામલો?
તૃણમૂલ કોંગ્રેસના સાંસદ મહુઆ મોઇત્રા પર ઉદ્યોગપતિ દર્શન હિરાનંદાનીના ઈશારે સંસદમાં પ્રશ્નો પૂછવાનો આરોપ છે. ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ તેમની વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને તેમની વિરુદ્ધ લોકસભા અધ્યક્ષને ફરિયાદ કરી હતી અને તપાસની માંગ કરી હતી. તેમણે દાવો કર્યો હતો કે આ પુરાવા વકીલ જય અનંત દેહદરાય દ્વારા આપવામાં આવ્યા છે.

લોકસભા સ્પીકરને લખેલા પત્રમાં દુબેએ કહ્યું હતું કે તેમને વકીલ અને મહુઆના પૂર્વ મિત્ર જય અનંત તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે મોઇત્રા અને જાણીતા બિઝનેસ ટાયકૂન દર્શન હિરાનંદાની વચ્ચે લાંચની આપ-લે અંગે પ્રશ્નો ઉઠાવ્યા હતા. એવું જણાય છે કે જયએ એક વિગતવાર સંશોધન કર્યું છે જેના આધારે તેણે તારણ કાઢ્યું છે કે તાજેતરમાં જ મોઇત્રાએ દર્શન હિરાનંદાની અને તેની કંપનીના વ્યવસાયિક હિતોની સુરક્ષા માટે સંસદમાં તેમને પૂછેલા કુલ 61 પ્રશ્નોમાંથી લગભગ 50 પ્રશ્નો પૂછ્યા હતા. જો કે મહુઆ મોઇત્રાએ જય અનંતનો ઉલ્લેખ કરતા કહ્યું કે આ આરોપો બિનઆધારિત છે. એવો પણ આરોપ છે કે ઉદ્યોગપતિ હિરાનંદાનીએ મોઇત્રાના ‘લોગિન આઈડી’નો ઉપયોગ અલગ-અલગ જગ્યાએથી અને મોટાભાગે દુબઈના પ્રશ્નો પૂછવા માટે કર્યો હતો. આ આરોપો સામે આવ્યા બાદ લોકસભા સ્પીકરે સમગ્ર મામલો એથિક્સ કમિટીને મોકલી દીધો હતો.

Most Popular

To Top