Charchapatra

સુરતમાં ઇન્ટરનેશનલ મેચ કયારે રમાતી થશે?

હમણાં ટી-0 લિજેન્ડ ક્રિકેટ ટુર્નામેન્ટ નિમિત્તે ક્રિસ ગેઇલ, જેક કાલિસ, કેવિન પિટરસનથી માંડી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં જાણીતા રહેલા અનેક ખેલાડીઓ સુરત આવ્યા. પ્રશ્ન એ થાય કે ગુજરાતના સૌથી મોટા શહેર તરીકે અને ઉદ્યોગ-વ્યાપારમાં પણ ગુજરાતમાં સૌથી આગળ છે તો પછી ઇન્ટરનેશનલ મેચ માટે સુરતને કેમ પાછળ રખાયું? સુરત કરતાં વડોદરા અને રાજકોટ મોટા ન ગણાય પણ ત્યાં ઇન્ટરનેશનલ મેચો વર્ષોથી યોજાય છે. સુરતને બહુ મોટું એરપોર્ટ અપાયું અને તે પણ હજુ ખરા અર્થમાં ઇન્ટરનેશનલ કક્ષાનું નથી. હજીરા, સચીન ઉદ્યોગ સહિત ગણો તો ગુજરાત અને રાષ્ટ્રને સુરત જ વધુ આવક આપે છે. અનેક રાજયોના લોકો પણ ગુજરાતમાં સૌથી વધુ અહીં જ છે. તો સુરતને પછાત કોણે રાખ્યું? સુરતનાં લોકોએ વધુ આક્રમક થવાની જરૂર છે. અલબત્ત, ભાજપના સમયમાં સુરતની મહત્તાનો સૌથી વધુ સ્વીકાર થયો છે પણ હજુ બહુ કામ બાકી છે.
સુરત              – પરાગ મિસ્ત્રી– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

ઘરગથ્થુ રસોઇ-ટિફીન બનાવનાર બહેનો પાસે ટિફીન મંગાવો
મોંઘવારીના કારણે કેટલાંય કુટુંબોમાં આવક ઓછી પડે. ઘરોમાં કોઇ કમાનારા ન હોય તેવા ઘરની વહુ દીકરી બહેનો ઓર્ડર મુજબ ઘરગથ્થુ તૈયાર રસોઇ બનાવી આપવાનું કામ કરે છે. સમોસા કે પૂરી શાક જેવી તમામ આઇટમનો ચાર્જ પોસાય તેવો હોય છે. તમારે જે પણ વાનગી બનાવવી હોય તો ઓર્ડર આપો તો તમને તમારા ઓર્ડર મુજબ તમારા સમય પર ટેસ્ટફુલ ગરમાગરમ વાનગી બનાવી આપવામાં આવે છે.

કોઇ માણસ એકલો હોય અને કયારેક કોઇ નાનો પ્રસંગ હોય અને ઘરમાં રસોઇ બનાવનાર કોઇ ન હોય તો ઓર્ડર આપી આવી તૈયાર રસોઇ બનાવડાવી પ્રસંગ કરી શકાય છે. આવા ઓર્ડરથી બનાવડાવેલી રસોઇ સ્વાદિષ્ટ અને સસ્તી પડે છે. લખવાનો હેતુ એટલો જ કે પુરુષ હોય કે સ્ત્રી હોય પોતાનું ઘરતંત્ર ચલાવવા માટે કોઇ પણ ધંધો કરવામાં શરમ રાખવી જોઇએ નહીં. આજે કેટલાય નાના મોટા ઘરોનાં લોકો ઘરગથ્થુ કેટરિંગનો ધંધો કરી ઇજ્જતથી પોતાના કુટુંબનું ભરણપોષણ કરે છે. યાદ રહે કે કોઇ પણ ધંધો નાનો નથી હોતો, જે આપણે રોજી રોટી આપતો હોય.
સુરત              – વિજય તુઇવાલા– આ લેખમાં પ્રગટ થયેલાં વિચારો લેખકનાં પોતાના છે

Most Popular

To Top