નવી દિલ્હી: અરબોપતિ ગૌતમ અદાણી (Gautam Adani) માટે પાછલા થોડા દીવસો ખુબ જ શાનદાર રહ્યા છે. તેમજ તેમની સંપત્તિમાં (Worth) દરરોજ વધારો થઇ રહ્યો છે. વિતેલા 24 કલાકમાં અદાણી વિશ્વના તમામ ધનીકોની (Rich) યાદીમાં સૌથી વધુ કમાણી કરનાર વ્યક્તિ બની ગયા છે. આ સાથે જ તેઓ એક દીવસમાં સૌથી વધુ કમાણી (Earn) કરવાના મામલે નંબર-1 પોઝિશન ઉપર પહોંચી ગયા છે.
પ્રાપ્ત વિગતો મુજબ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની નેટવર્થમાં પાછલાં થોડા દિવસોમાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. પાછલા 24 કલાકમાં જ તેમની સંપત્તિમાં 12.3 અરબ ડોલર અથવા 1,91,62,33,50,000 રૂપિયા ઉમેરાયા છે. આ સાથે જ તેઓ વિશ્વના સૌથી ધનીક લોકોની યાદીમાં 15માં ક્રમાંકે પહોંચી ગયા છે. અદાણીની આ કમાણીનું કારણ તેમની કંપનીઓના શેરમાં થયેલો ઉછાળો છે.
અદાણી ગેસના શેર્સમાં 18 ટકા ઉછાળો
ગૌતમ અદાણીની નેટવર્થમાં આ મોટો ઉછાળો તેમની કંપનીઓના શેર્સમાં થયેલા ઉછાળાના કારણે જોવા મળ્યો હતો. પાછલા થોડા સમયમાં અદાણી ગૃપ શેર બજારમાં લિસ્ટેડ 10 કંપનિઓના સ્ટોક રોકેટમાં ખુબ જ ઝડપથી વધી રહ્યું છે. તેમજ આજે બુધવારે આ શેર્સમાં ફરી તેજી જોવા મળી હતી.
આજે બપોરે 2:10 વાગ્યા સુધીમાં અદાણી ટોટલ ગેસના શેર્સમાં 18.66 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તેમજ અદાણી ગ્રીન એનર્જી શેરમાં 14.1 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. આ સાથે જ અદાણી પોર્ટ, અદાણી પાવર, અદાણી વિલ્મરમાં પણ તેજી જોવા મળી હતી.
બ્લૂમબર્ગ બિલેનિયર્સ ઇંડેક્સ મુજબ સોમવારે ગૌતમ અદાણીને એક જ દિવસમાં 4 અરબ ડોલરથી વધુની કમાણી થઇ હતી. તેમજ ગઇ કાલે મંગળવારે માત્ર 24 કલાકમાં જ તેમણે 12.3 અરબ ડોલરની કમાણી કરી હતી. એક જ દિવસમાં અદાણીએ કરેલી કમાણીના આ આંકડાઓ મસ્કથી લઇને અર્નાલ્ટ સુધી ટોપ 3 બિલિઓનર્સની કમાણીથી ખુબ વધુ છે.
પાછલા થોડા દિવસોમાં મસ્કની સંપત્તિ 1.25 અરબ ડોલર, જેફ બેજોસની નેટવર્થ 1.94 અરબ ડોલર અને બર્નાર્ડ અર્નાલ્ટની સંપત્તિ 2.16 અરબ ડોલર વધી છે.
સંપત્તિમાં થયેલા મોટા ઉછાળા બાદ અદાણી વિશ્વના અરબપતિઓની લિસ્ટમાં વધુ ઉંચાઇઓ સુધી પહોંચ્યા છે. પાછલા દિવસોમાં તેઓ આ લિસ્ટમાં 4 અંકની છલાંગ લગાવી 20માં સ્થાનેથી 16માં સ્થાને પહોંચ્યા હતા. હવે તેમની સંપત્તિ વધીને 82.5 અરબ ડોલર થઇ ગઇ છે. તેમજ આ વધારાની સાથે જ અદાણી ગ્રુપના ચેરમેન વિશ્વના 15માં સૌથી અમીર વ્યક્તિ બની ગયા છે.