અમદાવાદ: અમદાવાદ (Ahmedabad) સહિત રાજ્યભરમાં ડ્રગ્સ (Drugs) સહિત નશીલા પદાર્થોનું વેચાણ ખુલ્લેઆમ થઈ રહ્યું છે. તેવામાં અમદાવાદ શહેરના માધુપુરા વિસ્તારમાંથી પોલીસે (Police) 22 કિલો ગાંજા સાથે એક શખ્સની ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.
- બે વર્ષ પૂર્વે વલસાડમાં 283 કિલો ગાંજા સાથે ઝડપાયો હતો
- છ માસ જેલવાસ ભોગવ્યા બાદ ફરી ગાંજાના ધંધામાં ઝંપલાવી દીધું
મળતી માહિતી મુજબ શહેરના માધુપુરા પોલીસે ચોક્કસ બાતમીને આધારે શાહીબાગ દુધેશ્વર રોડ ઉપરથી 22 કિલો ગાંજા સાથે શાહરુખ ખાન પઠાણ નામના શખ્સની ધરપકડ કરી હતી. ધરપકડ કરાયેલા આરોપી શાહરૂખ ખાનની પૂછપરછ કરતા તે આ ગાંજાનો જથ્થો શહોરના શાહઆલમમાં રહેતા ઝકાર પાસેથી લાવ્યો હતો. આ ગાંજાની નાની નાની પડીકીઓ બનાવીને શહેરના જુદા જુદા વિસ્તારમાં વેચતો હતો.
એક કિલો ગાંજો 7000ના ભાવે ખરીદતો હતો અને નાની નાની પડીકીઓ બનાવી તેને 10,000 રૂપિયામાં વેચતો હતો. છેલ્લા બે વર્ષથી તે ગાંજાનો કારોબાર ચલાવી રહ્યો હતો. આ અગાઉ તે વર્ષ 2021માં વલસાડમાં 283 કિલો ગાંજાના કેસમાં પકડાયો હતો, જેમાં તેણે છ માસ સુધી જેલવાસ પણ ભોગવ્યો હતો. જેલમાંથી છૂટ્યા બાદ ફરી પાછા તેણે ગાંજાનું વેચાણ શરૂ કર્યું હતું.
દારૂબંધીના ધજાગરા: અમદાવાદના ઓઢવમાં ખુલ્લેઆમ બનતો હતો નકલી દારૂ
અમદાવાદ : અમદાવાદના (Ahmedabad) ઓઢવ વિસ્તારમાંથી નકલી દારૂ (Duplicate Alcohol) બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. આમ તો અમદાવાદ સહિત રાજ્યભરમાં દારૂબંધી છે, છતાં પણ ગુજરાતમાં (Gujarat) ખુલ્લેઆમ દારૂનું વેચાણ ચાલે છે. અમદાવાદના ઓઢવ વિસ્તારમાંથી નકલી દારૂ બનાવવાનું કારખાનું ઝડપાયું હતું. પોલીસે (Police) 88,000થી વધુનો મુદ્દામાલ જપ્ત કરી એક આરોપીની ધરપકડ કરી હતી.