સુરત: શહેરના પાાંડેસરા વિસ્તારમાં એક ચોંકાવનારો (shocking) બનાવ બન્યો હતો. અહીં નજીવી બાબતે મિત્ર જ મિત્રનો હત્યારો (Murderer) બન્યો હતો. ઘટના રવિવાર (Sunday) રાતની હોવાનું સામે આવ્યુ છે. આશિષ પાંડે નામના યુવકની તેના મિત્રએ જ ચપ્પુના 8 ઘા મારી હત્યા (Murder) કરી હતી. હત્યા પાછળ દારૂના અડ્ડાનો વિરોધ જેવી બાબત સામે આવતા પરિવારમાં આશ્ચર્ય સર્જાયું હતું. સમગ્ર ઘટના બાદ પોલીસે પોસ્ટ મોર્ટમની દિશામાં કાર્યવાહી હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ પાંડેસરાના ઇશ્વરનગરમાં આશિષ પાંડે નામનો યુવક તેના પરિવાર સાથે રહેતો હતો. તેમજ તેનો નાનો ભાઇ સોસાયટીનો પ્રમુખ હોય, તેણે ફળીયામાં ચાલતા દારૂના અડ્ડાને બંધ કરવા પહેલ કરી હતી. તેમજ આશિષ પાંડે પણ પોતાના ભાઇને આ કાર્યમાં સહકાર આપતો હતો. માટે મૃતકનો મિત્ર તેને આ કાર્યથી દુર રહેવા જણાવતો હતો. પરંતુ આશિષે ના પાડતા આ વાતની અદાવત રાખી ગત રાત્રે હત્યારા મિત્રએ આશિષની હત્યા કરી હતી.
આશિષના હત્યારા મિત્રએ 8 ઘા મારી આશિષની હત્યા કરી હતી. તેમજ આ હત્યારો મિત્ર મહારાષ્ટ્રના પુણાથી આવ્યો હતો. મોબાઈલની બાબતે વિવાદ કરી આશિષની હત્યા કરી હોવાની પોલીસને આશંકા છે. પરંતુ પરિવારે હત્યા પાછળ સોસાયટીમાં ચાલતા દારૂના અડ્ડાનો વિરોધ કારણભૂત હોવાનો આરોપ લગાડ્યો છે.
સમગ્ર મામલે પરિવારે જણાવ્યું હતું કે હત્યારો અને આશિષ પાંડે બન્ને ખાસ મિત્રો હતા. તેમજ 15 દિવસ પહેલા જ મોબાઇલને લઈ બન્ને વચ્ચે વિવાદ થતા હત્યારો મિત્ર મહારાષ્ટ્રના પુણા જતો રહ્યો હતો. રવિવારના રોજ તે મહારાષ્ટ્રથી સુરત પરત આવ્યો હતો. ત્યાર બાદ સોસાયટીમાં આશિષ પાંડે પર હુમલો કર્યો હતો. જેમાં આશિષનું મોત નીપજ્યું હતું. હત્યારો ચપ્પુ પણ નવું જ ખરીદીને આવ્યો હતો.
વધુ માં પરિવારે જણાવ્યું હતું કે આશિષ પાંડેની હત્યા રાત્રીના સમય દરમિયાન કરવામાં આવી હતી. તેમજ સોસાયટીના દારૂના અડ્ડા ઊપર હત્યા કરાઈ છે. હત્યારાએ આશિષને એક-બે નહિ પણ નિર્દયતાથી 8 ઘા માર્યા હતા. ત્યાર બાદ ઈજાગ્રસ્ત હાલતમાં આશિષ પાંડેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. પરંતુ સારવાર પહેલાં જ તેનું મોત થતા ફરજ પરના તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. આશિષની હત્યા પાછળનું કોઈ ચોક્કસ કારણ જાણી શકાયું પરંતુ દારૂના અડ્ડાનો વિરોધ કારણભૂત હોવાનું કહી શકાય છે.