અંબાજી: આ શક્તિપીઠ (Shaktipeeth) ગુજરાત અને રાજસ્થાનની સિમા પર અરવલ્લી પર્વતમાળામાં (Arvalli mountains) આવેલી છે. વિશ્વની આ સૌથી મોટી શક્તિપીઠ મંદિર અંબાજી (Ambaji) છે. જ્યાં મંદિર (Temple) ઉપર 358 નાના-મોટા કળશો સ્થાપીત કરવામાં આવ્યા છે. તેમજ અહીં શ્રદ્ધાળુઓ (Devotees) દિલ ખોલીને દાન કરે છે. હમણાં સુધીમાં આ શક્તિપીઠમાં 140 કિલોથી વધુ સોનાનું દાન થઇ ચૂક્યુ છે. જેનાથી 61 ફુટ ઉંચુ ઘુમ્મટ બનાવવામાં આવ્યું છે.
ગુજરાત-રાજસ્થાનની સીમાની અરવલ્લી પર્વતમાળા ઉપર સ્થિત અંબાજી મંદિરે વિશ્વનો સૌથી ઉંચો સુવર્ણ ઘુમ્મટ બનાવવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. અંબાજી મંદિરની નજીકથી જ ભારતની પૂજનીય નદી સરસ્વતી વહે છે. જે મંદિરે આવતા પર્યટકો માટે નયનરમ્ય બને છે. આ મંદિરમાં 352 જેટલા નાના-મોટા સુવર્ણ કળશ સ્થાપીત કરવામાં આવ્યા છે. જેના દર્શન ભક્તો ચાર કલાક ચાલીને કરી શકે છે.
પુરાણોમાં કહેવાયું છે કે પહેલા અહીં અંબિકા વન નામનું વન હતું. ત્યાર બાદ માતા પાર્વતીનું હૃદય અહીં પડ્યા બાદ મંદિરની સ્થાપના કરવામાં આવી હતી. અંબાજી મંદિર સમુદ્ર સપાટીથી 1580 ફૂટની ઉંચાઈ પર આવેલું છે. તેમજ આ મંદિરમાં દેવીની વાસ્તવિક મૂર્તિની પૂજા થતી નથી. જેના બદલે મંદિરમાં બિસા યંત્રની પૂજા કરવામાં આવે છે.
આ મંદિર માટે કહેવાયું છે કે શક્તિ, ભક્તિ અને આસ્થાનો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી. આ મંદિર દેશના 51 શક્તિપીઠમાં આદ્યશક્તિ પીઠ તરીકે ઓળખાય છે. અંબાજી મંદિર ઉપર નાના-મોટા 358 સુવર્ણ કળશ લાગેલા છે એટલે આ શક્તિપીઠ ગોલ્ડન ટેમ્પલ તરીકે પણ ઓળખાય છે. અહિં ભક્તો મંદિરમાં ઘુમ્મટ બનાવવા દિલ ખોલીને સોનાનું દાન કરી રહ્યા છે. ગઇ કાલે રવિવારે જ મંદિમાં 181 ગ્રામ સોનુ માઁ અંબાના ભક્ત દ્વારા આપવામાં આવ્યુ હતું. જેની કિંમત આશરે 10,16,000 છે.
અંબાજી મંદિર 1200 વર્ષો જુનું છે. તેમજ મંદિરનું જીર્ણોદ્વાર કરી 2014માં લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ મંદિર માર્બલ અને પત્થરોથી બનેલું છે. તેમજ અહીં પાછલા 12 દિવસોમાં જ લાખો રૂપિયાના સોનાનું દાન કરવામાં આવ્યું છે. જેમાં ધોલકાના બંદરગાંવના ભક્તોએ 21 નવેમ્બરે એક કિલો સોનાનું દાન કર્યું હતું. જેની કિંમત આશરે 62 લાખ રૂપિયા છે. આ સાથે જ વડોદરાના એક ભક્ત દ્વારા 11 લાખનું દાન ઘુમ્મટના નિર્માણ માટે મંદિરને આપવામાં આવ્યું હતું. તેમજ અન્ય ભક્તો દ્વારા પણ આ મંદિરમાં 16 લાખ 16 હજારના સુવર્ણનું દાન આપવામાં આવ્યું હતું. આમ, અંબાજી મંદિરે ભક્તોના દાન થકી એક મોટો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો.