Charchapatra

રિચાર્જ બાબતે આવો અણઘડ નિયમ ન ચાલે

આપણે વેપારી પાસેથી કોઇ પણ વસ્તુની ખરીદી કરીએ તો, વેપારી આપણને એમ નથી કહેતો કે ખાંડ, ચોખા, ઘઉં 28 દિવસમાં ખાઈને પૂરા કરી નાખજો અને 29મા દિવસે પાછું ફરજિયાત લેવું પડે. આવું કોઇ વેપારી નથી કહેતું, તો રિર્ચાજ (મોબાઇલનું) 28 દિવસે ફરજિયાત કરાવવું જ પડશે તે વોડાફોન, એરટેલ, આઇડીયા, જીઓની ખુલ્લી દાદાગીરી જ કહેવાય. ગ્રાહકને હક છે ખરીદેલું ગમે જ્યારે વાપરવાનો ફરજિયાત રૂપિયા ખર્ચીને રિચાર્જ કરીને 28 દિવસમાં પૂરું કરી જ નાખવાનું, ના કરો તો બીજે દિવસે (29મા દિવસે) તમે નેટ યુઝ ના કરી શકો, કોલ, એસ.એમ.એસ., પણ ના કરી શકો. કંપનીઓ અણઘડ નિયમો બદલે છે. સીમકાર્ડ રીચાર્જ કરાવવા કંપનીઓની દાદાગીરી બંધ કરવા જાગો ગ્રાહક જાગો.
બામણિયા        – મુકેશ બી. મહેતા– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

રેલવેની ભેદભાવપૂર્ણ નીતિ
પ. રેલવેએ ગુજરાત-સૌરાષ્ટ્ર માટે લાભદાયક ટ્રેનો શરૂ કર્યાના સમાચાર આનંદદાયક છે. દેશમાન લગભગ એકાદ ડઝન જેટલી વંદે ભારત તો શરૂ થઇ છે. તેમાં અમદાવાદ-જોધપુર તેમજ જામનગર-અમદાવાદ વચ્ચે શરૂ થયેલ વંદે ભારત ટ્રેનનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ ટ્રેનનું ભાડું આમ વર્ગને પોસાય શકે તેવું હોતું નથી. દા.ત. રાજકોટથી અમદાવાદ વંદે ભારત ટ્રેનનું ભાડુ રૂા.1700 આસપાસ થાય છે, જે અમીર વર્ગને જ પોસાય શકે.

આનો અર્થ એ થયો કે રેલવે ધનિકોની સેવા માટે તત્પર છે, આમ વર્ગની નહીં. ખરેખર આમ વગરની સવલત માટે ગુજરાત- સૌરાષ્ટ્રના નાના મોટા શહેરોને જોડતી ટ્રેન સેવા દાખલ કરવી જોઇએ. દા.ત. ભાવનગર, ભુજ, પોરબંદર, ભુજ, વેરાળ, સુરેન્દ્રનગર, સોમનાથ, મોરબી, પોરબંદર, સુરેન્દ્રનગર વગેરે. આમ  જોઇએ તો ગુજરાત સૌરાષ્ટ્રના એક એક ગામથી મુંબઇ, દિલ્હી, હરિદ્વાર, સિકંદ્રાબાદ, બેંગ્લોર, પૂના, ઇંદોર, ત્રિવેન્દ્રમ, નાગપુર, જોધપુર, જયપુર, અજમેર, હાવડા માટે ટ્રેનો મળે છે.

ગુજરાતમાં પાલનપુર અને મોરબી બે જ એવા શહેરો છે કે જયાંથી અમદાવાદ માટે સીધી ઇન્ટરસીટી ટહેન સેવા ઉપલબ્ધ નથી. તેમાંયે મોરબીની જનતા તો એટલી કમભાગી છે કે મોરબીથી દિલ્હી, મુંબઇ, સિકંદ્રાબાદ, પૂના, બેંગ્લોર, ઇંદોરની તો શું પ ણ મોરબીથી જામનગર, ભાવનગર, દ્વારકા, સોમનાથ, સુરેન્દ્રનગર, પોરબંદર જવા માટે પણ કોઇ સીધી ટ્રેન ઉપલબ્ધ નથી. રેલવેએ આ ભેદભાવપૂર્ણ નીતિ છોડી આમવર્ગની સવલત માટે ટ્રેનો દોડાવવી જોઇએ. રેલવે તંત્ર આ વિશે વિચારશે?
પાલનપુર   – અશ્વિનકુમાર ન. કારીઆ          – આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top