Charchapatra

દરેક પોલીસ સ્ટેશનને મોબાઇલ નંબર આપો

હાલ ઘણા પો. સ્ટે.ના લેન્ડ લાઇન નંબરો બીલ ન ભરવાના તથા અન્ય કારણોસર બંધ પડેલા છે. જેથી ઇમરજન્સીના સમયમાં જનતા જે તે પો.સ્ટે.નો સંપર્ક કરી શકતી નથી. ઘણા P.S.O. રાત્રિ ફરજ દરમિયાન ફામનું રીસીવર સાઇડમા મૂકીને સૂઇ જાય છે અને પ્રજા પોલીસનો સંપર્ક કરી શકતી નથી. 100 નબર પણ લાગતો નથી. તો સરકારને વિનંતી છે કે દરેક પોલીસ સ્ટેશનને અલગથી મોબાઇલ નંબર ફાળવી આપે જેથી લોકોને સારી સુવિધા મળી શકે.
સોનગઢ – ઇમ્તિયાઝ શેખ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

સુરતીને દરિયામાં મોજ ક્યારે
આપણે વિચાર કરીએ તો પૃથ્વીનો 70 ટકા ભાગ મહાસાગરનો છે. સુરતની વાત કરીએ તો સુરતની ત્રણ દિશામાં મહાસાગર છે. ડુમ્મસ, ઉભરાટ અને હજીરામાં સુવાલી બીચ આપણે અવકાશમાં ચંદ્ર પર પહોંચવાની મોટી મોટી વાત કરીએ છીએ. પણ સુરતના દરિયાને ડેવલોપ કરવાની વાત છેલ્લાં 15 વર્ષથી કાગળ પર જ છે. સુરત ધારે તે કરી શકે છે, તો આમાં પાછળ કેમ? ક્યાં સુધી આપણે દરિયાની પાસે રહીને દરિયાથી દૂર રહેવાનું છે? સુરતની પ્રજા મોજીલી છે. દરિયાની સફર કરવા ગોવા, દિવ, દમણ સુધી જાય છે. આપણી પાસે દરિયાઇ પટ છે. તેને સુશોભિત કરવાની કોઇને પડી નથી. આ દરિયાઈ પટને ડેવલોપ કરવાથી કેટલી રોજગારી લોકોને મળશે. સુરતની પ્રજાને એક હરવા ફરવાનું સ્થળ મળશે. દરિયામાં ડોલ્પીન શો, યોટ ની શહેર, ફ્રઝની મજા આવા નવાં નજરાણા સુરત માટે સ્વપ્નું જ છે. તંત્ર આ માટે કાંઇ વિચારશે.
સુરત     – તુષાર શાહ– આ લેખમાં પ્રગટ થયેલા વિચારો લેખકના પોતાના છે.

Most Popular

To Top