Entertainment

રશ્મિકા બાદ આલિયા ભટ્ટ બની ડીપફેકનો શિકાર, વીડિયો વાઈરલ

મુંબઇ: રશ્મિકા મંદાના (Rashmika Mandanna) હાલમાં જ તેના ડીપફેક વીડિયોના (Deepfake Video) કારણે ચર્ચામાં હતી. રશ્મિકા બાદ બોલિવૂડ (Bollywood) એક્ટ્રેસ કાજોલ (Kajol) પણ આ સ્કેમનો શિકાર બની હતી. હવે આલિયા ભટ્ટ પણ તેનો શિકાર બની છે. આલિયા ભટ્ટનો ડીપફેક વિડિયો સોશિયલ મીડિયા પર વ્યાપકપણે સર્ક્યુલેટ થઈ રહ્યો છે, જેના કારણે લોકોમાં ચિંતા વધી રહી છે.

આજના ડિજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) અને મશીન લર્નિંગના વિકાસ સાથે ઘણા નવા જોખમો પણ ઉભરી રહ્યા છે. આમાંથી એક ડીપફેક વીડિયો પણ છે. ડીપફેક એ AI આધારિત ટેક્નોલોજીનો એક પ્રકાર છે. જેનો ઉપયોગ વ્યક્તિના ચહેરાને અન્ય વ્યક્તિના ચહેરા સાથે બદલવા માટે થાય છે. આ ટેકનિકનો ઉપયોગ કરીને વ્યક્તિની કોઈપણ પ્રકારની ખોટી કે ભ્રામક છબી બનાવી શકાય છે.

હાલના દિવસોમાં ડીપફેકના કિસ્સા સતત વધી રહ્યા છે. તેમજ આવા વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે. ત્યારે ઘણી અભિનેત્રીઓ આવા વીડિયોનો શિકાર બની છે. જેના કારણે અભિનેત્રીઓના ફેન્સમાં હોબાળો થઈ રહ્યો છે.

ડીપફેક ટેક્નોલોજીનો શિકાર બનેલા સેલિબ્રિટીઓની યાદીમાં અભિનેત્રી આલિયા ભટ્ટનું નામ પણ ઉમેરાયું છે. વાઈરલ વીડિયોમાં એક છોકરી વાદળી રંગનો ફ્લોરલ કો-ઓર્ડ સેટ પહેરીને કેમેરા તરફ અશ્લીલ હરકતો કરતી જોવા મળે છે. પરંતુ ધ્યાનથી જોતા સ્પષ્ટ જણાઈ આવે છે કે વીડિયોમાં દેખાતી છોકરી આલિયા ભટ્ટ નથી. અભિનેત્રીનો ચહેરો કોઈ બીજી છોકરીના શરીર પર એડિટ કરી લગાવવામાં આવ્યો છે.

આ વીડિયો ટેક્નોલોજીના દુરુપયોગ અને ડિજિટલ યુગમાં લોકોની પ્રાઇવસીને નુુકસાન પહોંચાડવાનો નિર્દેશ કરે છે. હમણા સુધી રશ્મિકા મંદાના, કેટરિના કૈફ, કાજોલ, સારા તેંડુલકર અને બિઝનેસમેન રતન ટાટા જેવી સેલિબ્રિટી આ ટેક્નોલોજીના દુરુપયોગનો શિકાર બની છે.

અભિનેત્રી રશ્મિકા મંદાનાએ પોતાનો ડીપફેક વીડિયો ઇન્ટરનેટ પર સામે આવ્યા બાદ તેમજ વાયરલ થયા બાદ પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. આ અભિનેત્રીએ ‘એનિમલ’ ઈઝ ઈન ધ ગ્રિપ પરના વીડિયો ઉપર પોતાની ચિંતા વ્યક્ત કરી હતી. તેમજ પોતાના ઇંન્ટાગ્રામ સ્ટોરી ઉપર પોતાની આપવીતી કહી હતી.

આ મામલે આઇટી મંત્રી અશ્વિની વૈષ્ણવે ડીપફેકને લોકશાહી માટે નવો ખતરો ગણાવ્યો હતો. તેમજ કહ્યું હતું કે ડીપફેકને ખોટા ઉપયોગને રોકવા માટે સરકાર ટૂંક સમયમાં નવા નિયમો લાવશે. આ સાથે જ સરકાર ડીપફેકને અંકુશમાં લેવા માટે સંપુર્ણ પ્રયાસ કરી રહી છે.

Most Popular

To Top