National

વડાપ્રધાન મોદીએ ફાયટર પ્લેન ‘તેજસ’માં હવાઈ સફર માણી, કહ્યું, અકલ્પનીય અનુભવ રહ્યો

બેંગ્લુરુ(Bangluru): વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ (PMModi) આજે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL) ની મુલાકાત દરમિયાન ફાઇટર એરક્રાફ્ટ તેજસ (Tejash) ફાઇટરમાં બેસી હવાઈ સફર કરી હતી. પીએમ મોદીએ ટ્વિટર પર લખ્યું, “આજે, તેજસમાં ઉડાન ભરીને, હું ખૂબ જ ગર્વ સાથે કહી શકું છું કે સખત મહેનત અને સમર્પણને કારણે, આપણે આત્મનિર્ભરતાના ક્ષેત્રમાં વિશ્વમાં કોઈથી ઓછા નથી. ભારતીય વાયુસેના, DRDO અને HAL તેમજ તમામ ભારતીયોને હાર્દિક અભિનંદન.’

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્ણાટકના બેંગલુરુમાં તેજસ ફાયટર વિમાનમાં બેસી હવાઈ સફર કરવાનો આનંદ ઉઠાવ્યો હતો.PM મોદી શનિવારે 25 નવેમ્બરની સવારે બેંગલુરુમાં હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ (HAL)ની સુવિધા પર પહોંચ્યા હતા. પીએમઓ અનુસાર, તેમણે તેજસના મેન્યુફેક્ચરિંગ હબનું નિરીક્ષણ કર્યું હતું. જણાવી દઈએ કે ભારતીય વાયુસેનાએ તાજેતરમાં 12 અદ્યતન Su-30MKI ફાઇટર એરક્રાફ્ટની ખરીદી માટે સરકારી માલિકીની HALને ટેન્ડર બહાર પાડ્યું હતું.

વડાપ્રધાન મોદીએ ફ્લાઇટ પછી સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી હતી, જેમાં વડાપ્રધાને લખ્યું હતું કે, ‘તેજસ પર સફળતાપૂર્વક ફ્લાઇટ પૂર્ણ કરી. આ અનુભવ અકલ્પનીય હતો. આ અનુભવે આપણા દેશની સ્વદેશી ક્ષમતાઓમાં મારો વિશ્વાસ ઘણો વધાર્યો છે. તેનાથી મારામાં આપણી રાષ્ટ્રીય ક્ષમતા વિશે નવેસરથી ગૌરવ અને આશાવાદની ભાવના જાગી છે.

વડાપ્રધાન મોદી પહેલા રક્ષા મંત્રી રાજનાથ સિંહે 2019માં બેંગલુરુના HAL એરપોર્ટ પરથી તેજસ ફાઈટર એરક્રાફ્ટમાં ઉડાન ભરી હતી. તેઓ સ્વદેશી લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ (LCA)માં ઉડાન ભરનાર પ્રથમ સંરક્ષણ પ્રધાન બન્યા હતા.

Most Popular

To Top